Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં સિનિયર સિટિઝનને વિવિધ વીમા પોલિસી પ્રીમિયમ ભરવાની લાલચ આપી કરોડોની છેતરપિંડી આચરનાર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરના આંબાવાડીમાં રહેતા સીનીયર સિટીઝનને અલગ અલગ કંપનીની વિમા પોલીસીના પિર્મીયમ ભરાવી 3.44 કરોડની છેતરપિંડી કરનારા શખ્સો સામે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. જેને આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. આંબાવાડીમાં તપોવન સોસાયટીમાં રહેતા જયંતીલાલ આર.શાહ(78) નિવૃત્ત જીવન ગાળે છે અને અગાઉ બાપુનગરમાં જીન મેટલ બનાવવાની ફેક્ટરી ધરાવતા હતા.

મે 01 માં તેના મોબાઈલ પર કોઈ એ ફોન કરીને રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સમાંથી વાત કરે છે, એમ કહીને કંપની તરફથી મની બેક પ્લાન ચાલે છે જેમાં તમને સારૂ વળતર મળશે કહીને પોલીસી સમજાવી હતી. જ્યંતીલાલને પોલીસી સારી લાગતા ફોન કરનારે તેના એજન્ટને મોકલી આપ્યો હતો.

આથી એજન્ટે સમજાવ્યા મુજબની રિલાયન્સ લાઈફ સ્શ્યોરન્સની પોલીસે તેમણે લીધી હતી. 2013માં જ્યાંતીલાલને જાણવા મળ્યું હતું કે કંપની બંધ થવાની છે અને અન્ય કોઈ કંપની તે ખરીદવાની છે આથી તેે રિલાયન્સ લાઈફ ઈન્શ્યોરન્સ હેલ્પલાઈનાં ફોન કરી પોલીસીઓ  બંધ કરાવવા વાત કરી હતી.

(4:54 pm IST)