Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં 3 બાળકોના શંકાસ્‍પદ મોતઃ ડિપથેરિયાના લક્ષણો હોવાની શંકાઃ આરોગ્‍ય વિભાગ દ્વારા તપાસ

થરાદ: એક તરફ સમગ્ર રાજ્યમાં હજી કોરોનાએ થમવાનું નામ નથી લીધું ત્યાં તો બનાસકાંઠાના થરાદ અને ધાનેરામાં ડિપથેરિયાના લક્ષણો દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે. થરાદમાં ડિપથેરિયા માટે ખાસ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો છે. ડિપથેરિયાને કારણે 3 બાળકોના શંકાસ્પદ મોત થયા છે. જેના લીધે 3 બાળકોના શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઇ ગયું છે.

તંત્ર પણ એક તરફ કોરોના અને બીજી બાજુ ડિપથેરિયાના લક્ષણો લોકોમાં દેખાતા સાવચેત થઇ ગયું છે. જેથી કોરોનાના જેમ અલગ વોર્ડ ઊભા કરાય છે તેમ થરાદમાં ડિપથેરિયા માટેનો પણ અલગ વોર્ડ ઊભો કરાયો છે.

શું છે ડિપથેરિયા રોગ?

ડિપ્થેરિયા એક પ્રકારના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી

કોરીનેબેક્ટેરિયમ બેક્ટેરિયાના ઈન્ફેક્શનથી ફેલાતી બીમારી

બેક્ટેરિયાની અસર મોટા ભાગે બાળકોમાં વધુ થાય છે

બે વર્ષથી 10 વર્ષ સુધીના બાળકોમાં આ રોગ થઇ શકે છે

બેક્ટેરિયા સૌથી પહેલાં ગળામાં ઈન્ફેક્શન ફેલાવે છે જેના કારણે શ્વાસનળી સુધી ઈન્ફેક્શન ફેલાઇ જાય છે અને દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થાય છે

એક સ્થિતિ બાદ તેમાંથી ઝેર નીકળવા લાગે છે જે લોહીના માધ્યમથી બ્રેઇન અને હાર્ટ સુધી પહોંચે છે અને તેને ડેમેજ કરવા લાગે છે. આવી સ્થિતિએ દર્દીને મોતનો ખતરો વધી જાય છે

ડિપ્થેરિયા કમ્યૂનિકેબલ ડિસીઝ છે એટલે કે તે સરળતાથી એક વ્યક્તિથી અન્ય વ્યક્તિમાં ફેલાઇ શકે છે

(4:25 pm IST)