Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મગફળીના ટેકાના ભાવથી નીચા ભાવ મળતા ઇડર-હિંમતનગર હાઇવે ઉપર ચક્કાજામ કરીને ખેડૂતોનું વિરોધ પ્રદર્શન

હિંમતનગરઃ સાબરકાંઠા ઇડર તાલુકાના ખેડૂતોએ મગફળીના ભાવ ટેકાના ભાવથી પણ નીચો ભાવ મળતા ચક્કા જામ કર્યો હતો. તેમણે સાપવાડા ગામ ખાતે ઇડર-હિંમતનગર હાઇવે પર ચક્કા જામ કર્યો હતો. તેઓએ રસ્તો રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમનું કહેવું હતું કે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવથી નીચા ભાવે કોઈ કેવી રીતે વેચાણ કરી શકે. ખેડૂતો દ્વારા રસ્તો અટકાવવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને તેઓને રસ્તો ખુલ્લો કરવા માટે સમજાવી રહી છે.

(4:24 pm IST)