Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કાચ તોડીને રોકડ ભરેલી બેગની ચોરી

અમદાવાદમાં બિલ્ડરને મર્સિડીઝ કાર પાર્ક કરીને જમવા જવાનું ભારે પડયું

અમદાવાદ, તા.૨: દિવાળીનો પર્વ તસ્કરો અને ગઠિયા માટે જાણે કે સિઝન લઈને આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. દિવાળીના તહેવારને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે નવી નવી મોડસ ઓપરેન્ડીથી ચોરી અને છેતરપિંડીના બનાવો સામે આવી રહ્યા છે. કેટલાક દિવસ અગાઉ કાલુપુરમાં સોનાની બંગડી ચમકાવી આપવાની લાલચ આપીને ચાર બંગડી લઈ ગઠિયા ફરાર થઈ ગયા છે. તો હવે વસ્ત્રાપુરમાં કારનો કાચ તોડીને બેગની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ગણેશ હાઉસિંગના નામથી કંન્સ્ટ્રકશનનું કામ કરતા હેમાંગ પટેલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે મોડી સાંજે તેઓ પરિવાર સાથે સિંધુ ભવન રોડ પર સિલ્વર રેડિયમ કોમ્પ્લેક્ષમાં જમવા માટે ગયા હતા. આ દરમિયાન કોમ્પ્લેક્ષના પાર્કિંગમાં જગ્યા ન હોવાથી તેમણે પોતાની મર્સિડીઝ ગાડી બસ સ્ટેન્ડની દીવાલ પાસે પાર્ક કરીને જમવા માટે ગયા હતા.

(2:49 pm IST)