Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

બટેટાના ઉંચા ભાવના કારણે બિયારણ ત્રણ ગણું મોંઘુ! વાવેતર ઘટે તેવી વકી

એક વિઘામાં બટેટાના વાવેતરનો ખર્ચ ૪પ હજાર થાય છેઃ ઉંચા ભાવે બિયારણ લઇ વાવેતર કર્યા બાદ ભાવ મળશે કે કેમ? ખેડૂૂતોની ચિંતા

અમદાવાદ તા. રઃ ચાલુ વર્ષે બટેટાના ભાવો આસમાને પહોંચતા બિયારણ ત્રણ ગણું મોંઘુ થઇ જતા બટેટાનું વાવેતર ઘટે તેવી શકયતા છે.

ચાલુ વર્ષે બટેટાના ભાવો વધતા ગૃહિણીઓ સાથે બટેટાનું વાવેતર કરનાર ખેડૂતો પણ બટેટાના બિયારણના ભાવો ત્રણ ગણા થઇ જતા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગત વર્ષે બટેટાના બિયારણના પ૦ કિલોના ભાવ પ૦૦ થી ૧૦૦૦ રૂ. હતા જે વધીને ચાલુ વર્ષે રપ૦૦ થી ૩૦૦૦ રૂ. થઇ ગયા છે. બટેટાના વાવેતરમાં એક વિઘે ખેડૂતોને ૪પ હજાર રૂપિયા જેવો ખર્ચ થાય છે.

બટેટાનું વાવેતર નવેમ્બર અને ડિસેમ્બર માસમાં થાય છે. ચાલુ વર્ષે બટેટાના બિયારણના ત્રણ ગણા ભાવના કારણે વાવેતર કરવામાં ખેડૂતો મુંઝાઇ ગયા છે. ઉંચા ભાવનું બિયારણ લઇ વાવેતર કર્યા બાદ પુરતા ભાવો મળશે કે કેમ? તે પ્રશ્ન ખેડૂતોને સતાવી રહ્યો છે. બટેટાના બિયારણના ઉંચા ભાવના કારણે ચાલુ વર્ષે બટેટાનું વાવેતર ઘટે તેવી શકયતા છે.

(12:56 pm IST)