Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

અમદાવાદથી બેંગલુરૂ જતી બસને ટ્રકે મારી ટક્કર : ૨૦ને ઈજા

વલસાડ પાસે અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ગંભીર અકસ્માત : અકસ્માતને પગલે થોડા સમયે માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી

 વલસાડ : વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. ટ્રક અને ખાનગી લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ૨૦થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. આ તમામને તાત્કાલિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની જાણ થયા બાદ આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક સારવાર માટે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે થોડા સમયે માટે ટ્રાફિકને પણ અસર પહોંચી હતી.

બનાવની વિગતે વાત કરીએ તો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વલસાડના નંદાવલા ગામ નજીક આજે વહેલી સવારે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જઇ રહેલી એક ટ્રકના ચાલકને અચાનક ઝોકું આવી જતા ટ્રકના સ્ટિયરિંગ  પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી ટ્રક બેકાબૂ બની ગઈ હતી. જે બાદમાં ટ્રક હાઇવે પરના ડિવાઈડર સાથે ટકરાઈ અને ડિવાઇડર કૂદાવીને સામેના ટ્રેક પર ધસી ગઇ હતી.

આ દરમિયાન જ સામેના ટ્રેક પર એક ખાનગી લકઝરી બસ આવી હતી. ટ્રક સીધી જ આ બસ સાથે ટકરાઈ હતી. ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી બેંગલુરુ તરફ જઈ રહી હતી અને  વલસાડ નજીક બંને વાહનો  ધડાકા સાથે ટકરાયા હતા. ટ્રક અને બસ વચ્ચેની આ ટક્કરમાં બસમાં સવાર ૨૦થી  વધુ મુસાફરોને ઈજા થઈ હતી. આ દરમિયાન જ સામેના ટ્રેક પર એક ખાનગી લકઝરી બસ આવી હતી. ટ્રક સીધી જ આ બસ સાથે ટકરાઈ હતી. ખાનગી ટ્રાવેલ્સની બસ અમદાવાદથી બેંગલુરૂ તરફ જઈ રહી હતી અને  વલસાડ નજીક બંને વાહનો ધડાકા સાથે ટકરાયા હતા. ટ્રક અને બસ વચ્ચેની આ ટક્કરમાં બસમાં સવાર ૨૦થી વધુ મુસાફરોને ઈજા થઈ હતી.

બીજી તરફ ટ્રક અને બસના ચાલકની હાલત ગંભીર જણાઈ રહી છે. વહેલી સવારે ધડાકા સાથે બનેલી આ ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતને કારણે થોડા સમય સુધી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના વાહન વ્યવહારને પણ અસર થઈ હતી.

જોકે, પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી વાહન વ્યવહાર યથાવત કર્યો હતો. પોલીસે સ્થાનિક લોકોની મદદથી બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢી અને તેઓને સારવાર માટે તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વહેલી સવારે હાઇવે પર ટ્રક અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે સર્જાયેલા અકસ્માત બાદ હાઇવે પરનો વાહન વ્યવહાર યથાવત કરાવી પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

(2:49 pm IST)