Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

કાલથી ફરીવાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે

ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ: હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ

અમદાવાદ : કાલે  મંગળવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના તમામ પ્રોજેક્ટ પ્રવાસીઓ માટે ખુલ્લા થઇ જશે. જેના માટે ઓનલાઇન ટિકિટ બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.    પ્રવાસીઓ કેવડિયા પ્રવાસન ધામ ખાતે આવે તેવું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. હોટેલ અને ટેન્ટ સીટી સંચાલકો પણ પ્રવાસીઓને આવકારવા સજ્જ બન્યા થયા છે. હાલ શાળાઓમાં પણ દિવાળી વેકેશન શરૂ થઇ ગયુ છે ત્યારે ઓનલાઇન બુકિંગ કરાવીને ગુજરાતીઓ આ પ્રવાસ માણશે તેવુ માનવામાં આવી રહ્યું છે.
   સ્ટેચ્યૂ ઓફ યુનિટીના 3 નવેમ્બર માટે 500થી વધુ ટિકિટ અત્યારથી જ બુક થઇ ગઈ છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 3 નવેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવસીઓ બુક કરાવી રહ્યા છે. હવે પ્રવાસીઓ સી-પ્લેન મારફતે પણ કેવડિયા ફરવા આવશે. આમ રોડ, હવાઈ બંને રીતે પ્રવસીઓ આવી શકશે. આગામી સમયમાં ટ્રેન પણ શરૂઆત થશે. હાલ આ અંગેનું કામકાજ ચાલી રહ્યું છે.

 સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. પીએમ મોદીએ સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાનાસંકલિત વિકાસ માટેના વિવિધ 17 પ્રોજેકટસના લોકાર્પણ અને 4 નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રસંગે આરોગ્યવન, એકતામોલ, ચિલ્ડ્રન ન્યુટ્રીશન પાર્કનું લોકાર્પણ, જંગલ સફારી, જેટ્ટી અને બોટિંગ (એક્તા ક્રૂઝ), યુનિટી ગ્લો ગાર્ડન, કેકટ્સ ગાર્ડનનું લોકાર્પણ તેમજ સરદાર સરોવર ડેમ માટેની ખાસ ડિઝાઈન કરાયેલ ડેકોરેટિવ લાઈટીંગનું પણ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું હતું.

(11:02 am IST)