Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

મોહન ભાગવત સહિત સંઘના વરિષ્ઠો અમદાવાદમાં

આજથી બે દિવસ બેઠકોનો દોર

અમદાવાદ, તા.૨: ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટા ચૂંટણી માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા ગુજરાતમાં આવ્યા છે. મોહન ભાગવત, ભૈયાજી જોશી સહિતના નેતાઓ ગુજરાતમાં આવ્યા છે અને   ગુજરાત વિવિધ વિસ્તારોમાં ફરશે. પશ્ચિમ ક્ષેત્રની કાર્યકારણી બેઠકમાં પણ RSSના નેતાઓ હાજર રહેવાના છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવાના પ્રમુખો સાથે ચર્ચા વિચારણા કરશે. સૂત્રોના મતે અંદાજિત ૬૦થી વધુ પ્રમુખો વિવિધ બેઠકોમાં હાજર રહેશે.

રાજયમાં વિધાનસભાની આઠ બેઠકો ઉપર રવિવારે ચૂંટણી પ્રચાર પડઘમ શમ્યા બાદ મંગળવારે મતદાન યોજવાનું છે. આ સમયે પણ સંદ્ય સુપ્રિમો ભાગવત અમદાવાદમાં હાજર રહેશે.

રવિવારે સાંજે ચૂંટણી પ્રચાર શાંત થયા બાદ સોમવારથી અમદાવાદના મણીનગર સ્થિત ડો. હેડગેવાર ભવન ખાતે સોમવાર સવારથી RSSના અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક શરૂ થઈ રહી છે. બે દિવસ સુધી ચાલનારી આ બેઠકમાં મોહન ભાગવત ઉપરાંત સરકાર્યવાહ ભૈયાજી જોશી સહિત ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા એમ ત્રણેય રાજયોને સમાવતા પશ્ચિમ ક્ષેત્રના ૬૦ જેટલા પ્રચારકો, કાર્યકરો ઉપસ્થિત રહેશે. રાજયમાં પેટા ચૂંટણીમાં રાજકિય પ્રચાર શાંત થાય બાદ સોમ- મંગળ એમ મતદાનના દિવસ સુધી આ બેઠકનું આયોજન પણ પાછળ સંયોગ હોવાનું RSSના વર્તુળોએ જણાવ્યુ હતુ.

RSSમાં દરવર્ષે અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક દિવાળી પહેલા મળે છે. ગત વર્ષે ભૂવનેશ્વરમાં તેનું આયોજન થયુ હતુ. આ વર્ષે કોરોનાને કારણે રાષ્ટ્રીય સ્તરે એક બેઠકને બદલે ઝોન વાઈઝ બેઠક હોવાથી પશ્ચિમ ભારત માટે અમદાવાદની પસંદગી થઈ છે. બે દિવસની બેઠકમાં RSSના વ્યાપ- વિસ્તાર સંદર્ભે થયેલી કામગીરીની સમિક્ષા, નવા આયોજન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

(10:20 am IST)