Gujarati News

Gujarati News

News of Monday, 2nd November 2020

રાજપીપળાના હીરા ફળિયામાં સાઇકલ મુકવા બાબતે દેરાણી જેઠાણી વચ્ચે ઝઘડો થતા સામ સામી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના હીરા ફળિયામાં રહેતા કમળાબેન જેન્તિભાઇ વસાવાની ફરિયાદ મુજબ તેઓ ઘરના આંગણામા વાસણ સાફ કરતા હતા તે વખતે તેમના દેરાણી સીમાબેને જણાવેલ કે મારા આંગણામા તમારે સાયકલ મુકવી જેથી ફરી.એ જણાવેલ કે અમારા આંગણામા જ છે તેવુ કહેતા સીમાબેન એક્દમ ઉશ્કેરાઈ જઈ ગાળો આપી ઢિકા પાટુનો માર મારવા લાગેલ અને ફરી.નો દિયર સુમન ભાઈએ પણ ઢીકા પાટુનો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જ્યારે સુમનભાઈએ પણ આ બાબતે આ લોકો સામી ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે

(10:15 pm IST)