Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

ઇન્દિરાબ્રિજ નીચે વિશેષરીતે જોરદાર તૈયારીઓ કરાઈ હતી

વિવિધ ઘાટને લઇને તૈયારીઓ કરાઈ હતીઃ શ્રદ્ધાળુઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થા ગોઠવી દેવાઈ

અમદાવાદ, તા. ૨: સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠના દિવસે શહેરના હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજના નીચે સાબરમતી નદીના ઘાટ પર જોરદાર આયોજન કરવામાં આવ્યું હતું. અહીં છઠ મહાપર્વને ધ્યાનમાં લઇને જુદા જુદા ટ્રસ્ટ, બિગમાસ, મા જાનકી સેવા સમિતિ, છઠ મહાપર્વ સમન્વય સમિતિના સંયુક્ત આયોજન સાથે છઠ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. જુદા જુદા ઘાટ પર આયોજકો અને અન્ય લોકોએ તૈયારી કરવામાં આવી હતી. બીજી બાજુ શાહીબાગમાં દશામાં મંદિરની નજીક પણ સાબરમતી નદી પર ઘાટ નજીક સાફસફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. છઠ જાહેર ટ્રસ્ટ મેઘાણીનગરના અધ્યક્ષ રાજેન્દ્ર ઝા, ઉપાધ્યક્ષ મહેશ ચૌધરી અને મહામંત્રી સંદીપ ઝાના નેતૃત્વમાં પૂજાની તૈયારીને અંતિમ ઓપ અપાયું હતું. ગયા વર્ષે છઠ પૂજા માટે તૈયાર કરવામાં આવેલા આકર્ષક ઘાટનું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તરપ્રદેશના લોકોને છઠ પ્રસંગે મુખ્યમંત્રીએ મોટી ભેંટ આપી હતી. મુખ્યમંત્રીએ શહેરમાં હાંસોલ સ્થિત ઇન્દિરાબ્રિજની નીચે પૂજા માટે તૈયાર કરવામાં આવેલા ઘાટનું લોકાર્પણ કર્યું હતું.

(9:28 pm IST)