Gujarati News

Gujarati News

News of Saturday, 2nd November 2019

બનાસકાંઠાના ડીસામાં કિશોરી પાંચ હવસખોરનો શિકાર બની: પોલીસે ગણતરીના કલાકોમાં ચાર નરાધમોની ધરપકડ કરી: એકની શોધખોળ શરૂ

બનાસકાંઠા:જિલ્લાના ડીસામાં એક માસૂમ કિશોરને જબરસ્તી પાંચ શખસો ઉઠાવીને બનાસ નદીમાં લઈ જઈ તેની પર અત્યાચાર ગુજારવામાં આવતો હોવાની ઘટનાનો વિડીયો વાઈરલ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે હિન્દુ સંગઠનોએ આગળ આવીને દોષીતો સામે પગલાં લેવાની માંગ કરતાં પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી સહિત ૪ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી હજુ ફરાર છે.

આ અંગેની વિગત જોઈએ તો ડીસામાં ગદ્દાર મીર્જા અને તેના અન્ય સાથીદારોએ આ વિસ્તારના જ એક માસૂમ બાળકને નગ્ન કરી બનાસ નદીના પટમ ાં સોટી વડે માર માર્યો હતો. કેમકે આ બાળકે આરોપીઓને પાણીની બોટલ આપી નહી. બસ આજ બાબતને મોટો અપરાધ માની અપરાધીઓએ આ કિશોરનુ બળજબરી પૂર્વક અપહરણ કર્યું હતું તે બાદ માસુમને નગ્ન કરી સોટીઓ વડે માર મારવામાં આવ્યો હતો. આ બાળક કરગરી રહ્યો હતો અને સામેવાળો શખસ નિર્દયતા પૂર્વક ભૂંડી ગાળો બોલીને પ્રતાડીત કરતો રહ્યો હતો. જોકે સતત આરોપીઓ દ્વારા આ ત્રાસ અસહ્ય બનતા બાળકે રડી મદદ માંગી હતી. જોકે તે બાદ આરોપીઓએ આક્રૂરતાનો વિડીયો પણ વાયરલ કર્યો હતો.

(5:25 pm IST)