Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગુજરાતીઓમાં ગરબાનો ગજબ ક્રેઝ! : સુરત એરપોર્ટમાં રાસની રમઝટ : વિડિઓ વાયરલ

મુસાફરો અને ફરજ બજાવતા કેટલાક સ્ટાફ કર્મીઓએ ગરબા કર્યા

 

સુરત : નવરાત્રી એટલે કે ખૈલયાઓ માટે નવ દિવસનો સૌથી મોટો તહેવાર ગણાય છે, ગુજરાતીએ ગરબા પાછળ એટલા ઘેલા હોય છે કે, ગરબા કરવાની તક કોઇ પણ સંજાગોમાં છોડે નહી.આવો એક કિસ્સો  સુરત એરપોર્ટ પર બન્યો છે જ્યાં ખેલૈયાઓ ગરબે ઘુમવા લાગયા હતા અને નવરાત્રીની મજા માણી હતી.

શહેરમાં નવરાત્રી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે સુરત એરપોર્ટ પર આવેલા યાત્રીઓને પણ નવરાત્રીનું ઘેલું લાગ્યું હતું. એરપોર્ટ પર આવેલા મુસાફરો અને ફરજ બજાવતા કેટલાક સ્ટાફ કર્મીઓએ મન મૂકીને ગરબાની મોજ માણી હતી

(11:16 pm IST)