Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યાત્રાની સાથે સાથે

એરપોર્ટ અને રિવરફ્રન્ટ ઉપર કાર્યક્રમો થયા

અમદાવાદ, તા. ૨ : મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિની ઉજવણી નિમિત્તે ગુજરાતની એક દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોદીની ગુજરાત યાત્રાની સાથે સાથે નીચે મુજબ છે.

*       મહાત્મા ગાંધીની ૧૫૦મી જન્મજ્યંતિની ગુજરાતભરમાં ઉજવણી વચ્ચે વડાપ્રધાન મોદી એક દિવસની યાત્રાએ ગુજરાત પહોંચ્યા

*       મોદીનું અમદાવાદ વિમાની મથકે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભવ્ય સ્વાગત કર્યું

*       એરપોર્ટ ઉપર હવાઈ દળ, લશ્કરના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રસચિવ, ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, મેયર બિજલબેન પણ ઉપસ્થિત રહ્યા

*       મોદીએ વિમાની મથકે ટૂંકા સંબોધન વેળા ભારતની વધતી જતી પ્રતિષ્ઠાની વાત કરી

*       એરપોર્ટ પર આયોજિત કાર્યક્રમમાં મોદીએ હાઉડી મોદી કાર્યક્રમની પણ વાત કરી

*       હાઉડી મોદી કાર્યક્રમને લઇને દુનિયાના દેશોએ નોંધ લીધી હોવાનો દાવો કર્યો અને ટેક્સાસના તંત્રની તૈયારીઓની પ્રશંસા કરી

*       એરપોર્ટ ઉપર આયોજિત કાર્યક્રમ બાદ મોદી સાબરમતી આશ્રમમાં પહોંચીને રાષ્ટ્રપિતાને શ્રદ્ધાંજલિ આપી

*       સાબરમતી આશ્રમમાં જુદા જુદા કાર્યક્રમને ઉત્સાહપૂર્વક નિહાળ્યા

*       સાબરમતી આશ્રમમાં તેમની સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રી પણ રહ્યા

*       સાબરમતી આશ્રમ બાદ મોદીએ સાબરમતી રિવરફ્રન્ટ પહોંચીને સરપંચ સંમેલનને સંબોધન કર્યું

*       ગાંધીના જન્મના ૧૫૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે ૧૫૦ રૂપિયા ચાંદીનો સિક્કો જારી કરાયો

*       ગાંધીના જીવન પર ટપાલ ટિકિટનું વિમોચન કરાયું

*       સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની વાત કરી

(10:07 pm IST)