Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

તારાપુરમાં સેન્ટ્રલ બેન્ક નજીકથી ગ્રાહકની નજર સેરવી ગઠિયો બાઈક પર ભરાવેલ પાંચ લાખની થેલીની ચીલઝડપ કરી રફુચક્કર

તારાપુર :શહેરની સેન્ટ્રલ બેંક પાસેથી આજે બપોરના સુમારે એક ગઠિયો ગ્રાહકની નજર ચુકવીને બાઈક પર ભરાવેલી પાંચ લાખની થેલીની ચીલઝડપ કરીને ફરાર થઈ જતાં આ અંગે તારાપુર પોલીસે લેખિત ફરિયાદ લઈને સીસીટીવી ફુટેજની મદદથી તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ઘનશ્યામભાઈ વિઠ્ઠલભાઈ પટેલ આજે ઘર ખર્ચ તેમજ પૈસા માંગનારાઓને આપવા માટે સેન્ટ્રલ બેંકમાં પૈસા ઉપાડવા માટે આવ્યા હતા. બારેક વાગ્યાના સુમારે બેંકમાંથી ૫ લાખ ઉપાડીને એક થેલીમાં મુકી બાઈક પાસે આવ્યા હતા જ્યાં સ્ટેરીંગ પકડવાની જગ્યાએ ગંદુ થયેલાનું જોતાં જ નજીકમાં આવેલી દાબેલીવાળાને ત્યાંથી ગ્લાસમાં પાણી લઈને સાફ કરી થેલી બાઈક પર મુકી ગ્લાસ પાછો આપીને આવ્યા હતા. ત્યારે એક ગઠિયો ત્યાં આવી ચઢ્યો હતો અને તેણે મોબાઈલ ફોન કાઢતી વખતે તમારા પૈસા પડી ગયા છે તેમ કહેતા જ નીચે જોતાં પૈસા પડેલા હતા જેથી પૈસા લેવા ગયા એ દરમ્યાન ગઠિયો નજર ચુકવીને બાઈક લઈને ત્યાંથી પળવારમાં રફુચક્કર થઈ ગયો હતો. આજુબાજુ તપાસ કરવા છતાં પણ ના મળી આવતાં આખરે તારાપુર પોલીસ મથકે આવીને પોતાની જાહેરાત આપતાં પોલીસે અરજી લઈને કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:08 pm IST)