Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

કઠલાલ તાલુકાના અપ્રુજીમાં જમીન કેસમાં બે પરિવારો બાખડ્યા: કૌટુંબિક કાકાનો ભત્રીજી પર જીવલેણ હુમલો

કઠલાલ: તાલુકાના અપ્રુજી તાબે રામનગરમાં ૧૯ વર્ષીય જ્યોત્સનાબેન અમરસિંહ સોલંકી તેમના માતા, ભાઈ-બહેન સાથે રહે છે. તેમના પિતા અમરસિંહનું પાંચેક વર્ષ અગાઉ મૃત્યુ નીપજ્યું હતું. જે બાદ જ્યોત્સનાબેનનો પરિવાર અને તેમના કૌટુંબી કાકાના પરિવાર વચ્ચે સીમમાં આવેલ સર્વે નં ૩૦૨વાળી જમીન બાબતે અવારનવાર ઝઘડાઓ થતાં હતાં. અને હાલ જમીન બાબતે કઠલાલ કોર્ટમાં દાવો ચાલે છે.

ગત રવિવારના રોજ સાંજના સમયે જ્યોત્સનાબેન અમરસિંહ સોલંકી તેમની કોઠારીયાવાળી જમીનમાં ઘાસચારો લેવા ગઈ હતી. જ્યાં કૌટુંબી કાકાનો પુત્ર ધીરૂભાઈ કાંતિભાઈ સોલંકી ત્યાં આવી ચડ્યો હતો. અને અમારી ઉપર જમીનનો દાવો કેમ કરેલ છે, તારા ભાઈઓને કહી દેજે દાવો પાછો ખેંચી લે, નહી તો તમને સરખા રહેવા નહી દઈએ તેમ કહી જ્યોત્સનાબેનને ગમેતેમ ગાળો બોલવા લાગ્યો હતો. જેથી જ્યોત્સનાબેન કાંઈ બોલ્યા વિના ત્યાંથી ઘાસચારાનું પોટલું લઈ કૌટુંબી કાકા કાંતિભાઈ જેણાભાઈ સોલંકીના કબ્જાવાળા ખેતરમાંથી પસાર થતી હતી તે વખતે કાંતિભાઈ જેણાભાઈ સોલંકી, ભગાભાઈ રામાભાઈ સોલંકી અને અજીતભાઈ ભગાભાઈ સોલંકી હાથમાં લાકડીઓ લઈ ટ્રેક્ટરમાં ત્યાં આવી પહોચ્યાં હતાં. અને તેઓએ જ્યોત્સનાબેનની એકદમ નજીક ટ્રેક્ટર લઈ જઈ બ્રેક મારી ટ્રેક્ટર ઉભુ રાખ્યું હતુ. જેથી જ્યાત્સનાબેન ઘાસચારાના પોટલા સાથે જમીન પર પડી જતાં કાકા સહિત ત્રણેયે લાકડીઓ બતાવીને જાનથી મારી નાંખવાની ધમકી આપતાં જ્યોત્સનાબેન ઘાસચારાનું પોટલું ત્યાં મુકીને ઘરે જતી રહી હતી.

(6:04 pm IST)