Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નડિયાદ: અગાઉ કઠલાલની સગીરાને લગ્નની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચરતા અદાલતે નરાધમને દસ વર્ષની સજાની સુનવણી કરી

નડિયાદ: શહેરમાં દોઢેક વર્ષ અગાઉ કઠલાલમાં રહેતો એક યુવક પોતાના પિતાની મદદથી એક સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદ યુવકે સગીરા ઉપર મરજી વિરૂધ્ધનું કૃત્ય આચર્યુ હતું. મામલે કઠલાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તેના વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. કેસ આજે નડિયાદ કોર્ટમાં ચાલી જતા આરોપીને દશ વર્ષની સખત કેદની સજા અને દંડ  તથા વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.

બનાવની વિગતો એવી છે કે કઠલાલ શહેરમાં આવેલ મારવાડી નગરમાં પંકજ ઉર્ફે પકી લખાજી મારવાડી રહેતો હતોે. તેણે પોતાના પિતા લખાજી તકાજી મારવાડીની મદદ લઈ  ગત્ ૭મી જૂન, ૨૦૧૮ના  રોજ ગામની એક ૧૬ વર્ષીય સગીરાને લગ્ન કરવાની લાલચ આપી તેણીના ઘરેથી ભગાડી ગયો હતો. રાત્રિના આઠ વાગ્યાની આસપાસ પંકજ ઉર્ફે પકીએ પોતાના પિતા લખાજીની મદદ લઈ સગીરાને ભગાડી ગયો હતો. બાદ પંકજ ઉર્ફે પકીએ તેણીની એક સુમસામ જગ્યા ઉપર લઈ જઈ સગીરા ઉપર બળાત્કાર ગુજાર્યો હતોઉપરાંત હવસખોર પંકજે સગીરાને ધમકી આપતા  કહ્યુ હતુ કે અંગે કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ. પરંતુ ગભરાયેલી સગીરાએ હિંમત કરી પોતાની સાથે બનેલ ઘટના અંગે પોતાના પિતા સહિત પરિવારજનોને જણાવી હતી

(5:56 pm IST)