Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતના ઉઘનામાં અગમ્ય કારણોસર ધો-12ની વિદ્યાર્થિનીએ ફાસો ખાઈ જીવન ટુંકાવતા અરેરાટી

સુરત: શહેરના ઉધનામાં વિધાર્થીનીએ કોઇ કારણ સર  ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.જયારે બીજા બનાવમાં ધો.૧૨પાસ થયા બાદ કોલેજનું ફોર્મ ભરીને સુરત આવ્યા પછી યુવાને ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યુ હતુ.

સ્મીમેર હોસ્પિટલમાંથી પ્રાપ્ત વિગત અનુસાર ઉધના મહાદેવ નગરમાં રહેતી ૧૭ વર્ષીય નિા ઉર્ફે નિક્કી રમેશ કાયસ્થે સોમવારે બપોરે પોતાના ઘરમાં વાચવા જવાનું કહીને રૃમમાં જઇને પંખા સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.  ઉધના પોલીસના જણાવ્યા મુજબ નિા  જીવનભારતી સ્કૂલમાં ધો.૧૨ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના પિતા રમેશભાઈ હીરામાં કામ કરે છે. તેની એક બહેન છે. આ અંગે ઉધના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(5:54 pm IST)