Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરત: દેશી વિદેશી યુવતીઓ સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી પૈસા પડાવનાર કોલ સેન્ટરના પર્દાફાશ: સાઇબર ક્રાઇમે મુખ્ય સુત્રધારોના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા

સુરત: શહેરમાં દેશી વિદેશી યુવતીઓ સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી ફ્રેન્ડશિપ ક્લબના સભ્ય બનાવવાના બહાને પૈસા પડાવતા કોલ સેન્ટરને સુરત સાયબર ક્રાઇમ પોલીસે વેસુ વિસ્તારના એક શોપિંગ કોમ્પ્લેકસમાં છાપો મારી ઝડપી લીધું હતું.  6 મહિનાથી કોલ સેન્ટર ચલાવતા મોટા વરાછાના બે યુવાન અને અહી નોકરી કરતા 12 યુવાન અને 6 યુવતીની પણ ધરપકડ કરાઇ છે.  સ્થળ ઉપરથી 12 કોમ્પ્યુટર17 મોબાઈલ ફોન17 બેન્ક એકાઉન્ટની વિગતો17 એટીએમ કાર્ડ કબજે કરી મુખ્ય સૂત્રધારોના સાત દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.

સાયબર ક્રાઇમ પોલીસ મથકના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરોલીના રજવાડી પાર્ટી પ્લોટ નંજીક સ્ટાર પેલેસમાં રહેતા અને વરાછા મીનીબજારના પટેલ ચેમ્બર્સમાં રત્નકલાકાર તરીકે કામ કરતા ગૌતમ રમેશ જોષી (ઉ.વ. 29,મૂળ રહે. માંડવાગામગઢડાબોટાદ) ને દેશી-વિદેશી યુવતીઓ સાથે ચેટીંગ સહિતનું મનોરંજન પુરૃ પાડવાની લાલચ આપી ફ્રેન્ડશીપ કલબના સભ્ય બનાવવાના નામે 15 દિવસમાં અલગ-અલગ બેંક ખાતા અને આંગડિયા પેઢી મારફતે રૃા. 5.72 લાખની મત્તા પડાવી લેવાતા સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ઈન્ચાર્જ પીઆઈ જે.બી આહીર અને ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બનાવમાં ફેનીલ મહેન્દ્રકુમાર પારેખ (ઉ.વ.24રહે. બી/201સૂર્યરથ એપાર્ટમેન્ટગુજરાત ગેસ સર્કલઅડાજણ) ને ઝડપી પુછપરછમાં સુરતના વેસુ સ્થિત રાહુલ રાજ મોલની પાછળ યુનિયન સ્કવેરના 11 માં માળે આવેલા એક કોલ સેન્ટરમાં તે નોકરી કરે છે અને ત્યાંથી ફ્રેન્ડશિપ ક્લબના સભ્ય બનાવવાના બહાને ફોન કરી યુવતીઓ સાથે મિત્રતા કરાવવાની લાલચ આપી ક્લબમાં જોડાવવા માટે પૈસા પડાવી છેતરપિંડી કરાતી હોવાનો ખુલાસો થયો હતો.

(5:53 pm IST)