Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતમાં ઈન્ક્મટેક્ષ વિભાગ દ્વારા સુગર ફેક્ટરીઓના માલિકોને નફો શોધવા નોટિસ ફટકારવામાં આવી

સુરત: શહેરમાં ટેકાના ભાવ કરતાં સુગર ફેક્ટરીઓ દ્વારા ખેડૂતોને જાહેર કરેલા ટેકાના ભાવ તથા ચુકવવામાં આવેલા અંતિમ વચ્ચેના તફાવતની નફો ગણીને સુરત ઇન્કમટેકસ વિભાગે ટેક્સ ભરવા આપેલા આદેશને સુપ્રીમ કોર્ટે રદ કર્યો છે જેના કારણે દેશના ખાંડ ઉદ્યોગ સહિત દક્ષિણ ગુજરાતના બારડોલી સુગર તથા ચલથાણ સુગર ફેક્ટરી તાજેતરમાં એક ભરવામાંથી રાહત મળી છે.

પરંતુ સુરત ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા તાજેતરમાં સુગર ફેક્ટરીઓને 2504 હેઠળ નોટિસ પાઠવવામાં આવી છે જે મુજબ સુગર ફેક્ટરીઓએ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ તથા ખેડૂત સભાસદોને ચૂકવેલા અંતિમ ભાવ વચ્ચેના તફાવતને નફો ગણવા સંબંધી જુના તથા નવા પુરાવા રજુ કરવાના રહે છે જેથી ઇન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ ફટકારેલી નોટિસ અંગે ટેક્સ ભરવાનો થશે કે કેમ તે ખેડૂત સભાસદો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાના આધારે નક્કી કરવામાં આવશે તે નોંધનીય છે.

(5:51 pm IST)