Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વડોદરા: સયાજી-આજવા રોડ વચ્ચે ગાયને બચાવવા ટેમ્પા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર સાથે ગમખ્વાર અકસ્માત: ત્રણની હાલત ગંભીર

વડોદરા: શહેરનાસયાજીપુરા થી આજવા રોડ વચ્ચે આજે મોડીસાંજે ગાયને બચાવવા જતાં ટેમ્પા ચાલકે સ્ટિઅરિંગ પરનો કાબૂ ગુમાવતાં થયેલા અકસ્માતમાં પાંચ જણાને ઇજા થઇ હતી.જે પૈકી ત્રણની હાલત ગંભીર છે.

સયાજીપુરા ચોકડીથી આજવા જતા પોદાર સ્કૂલ પાસે આજે મોડી સાંજે ૨૦૦ જેટલા ખાલી ડ્રમ ભરીને પસાર થતા ટેમ્પાના ચાલકે ગાયને બચાવવા બ્રેક મારતાં ટેમ્પો ગોળ ફરી ગયો હતો.

સાથે ટેમ્પાની પાછળ આવતી કાર ધડાકાભેર ટેમ્પામાં ઘૂસી જતાં અંદર બેઠેલા વાઘોડિયાની ખાનગી કંપનીના ચાર કર્મચારીઓને ઇજાઓ પહોંચી હતી.જ્યારે, ટેમ્પા ચાલકને પણ  ગંભીર ઇજા પહોંચી હતી.

(5:51 pm IST)