Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વડોદરા: પ્લાસ્ટિકનો ઉપયોગ નાબૂદ કરવા માટે વિવિધ કોલેજના વિદ્યાર્થીઓએ ઝુંબેશ હાથ ધરી: દિવાળી સુધીમાં કરશે 15હજાર કાપડ પેપર બેગનું વિતરણ

વડોદરા: શહેરમાં પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ સંપૂર્ણપણે નાબૂદ થાય તે માટે એમ.એસ.યુનિ. સહિત જરોદ, સાવલી, વાઘોડિયાની વિવિધ એન્જિનિયરીંગ કોલેજના ૬૦ વિદ્યાર્થીઓએ ઝૂંબેશ ઉઠાવી છે.

ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિના ભાગરુપે તેમજ સ્વચ્છ ભારત મિશન અંતર્ગત વિદ્યાર્થીઓ તા.૨જી ઓક્ટોબરના રોજ પાણીની ટાંકી પાસેની શાકભાજી માર્કેટ, ગધેડા માર્કેટ તેમજ દૂધવાળાઓ, ગૃહિણીઓ તેમજ પ્રોવિઝન સ્ટોરમાં પાંચ હજાર કાપડ અને પેપર બેગનું વિતરણ કરશે. જરોદની એન્જિ.કોલેજમાં ભણતા વિદ્યાર્થી રુકમિલે કહ્યું કે, છેલ્લા એક મહિનાથી પ્લાસ્ટિકની બેગ નાબૂદ થાય તેના પ્રયાસો કરી રહ્યા છે. માટે ગણપતિ પંડાલોમાં જઈને લોકોમાં જાગૃતિ ફેલાવી હતી. ઉપરાંત ૧૦ ગણેશ પંડાલમાંથી અમને બિનઉપયોગી કાપડ આપવામાં આવ્યું હતુ, જેમાંથી અમે ૧૦૦૦ બેગ બનાવી છે. બેગ બનાવવા આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય તેવી ત્રણ મહિલાઓ રાખી છે. દીવાળી સુધી અમે શહેરમાં ઠેર-ઠેર ૧૫૦૦૦ કાપડ અને પેપર બેગનું વિતરણ કરીશું.

(5:50 pm IST)