Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીમાં ગરબા પાસના નામે વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઇ છેતરપિંડી આચરનાર ઠગ 6 લાખ રૂપિયા લઇ રફુચક્કર

વડોદરા: શહેરની એમ.એસ.યુનિવર્સિટીના સંખ્યાબંધ વિદ્યાર્થીઓ સાથે ગરબા પાસના નામે છેતરપિંડી થઈ  હોવાની વિગતો સપાટી પર આવી છે. વિદ્યાર્થીઓના પાસના લગભગ લાખ રુપિયા લઈને લેભાગુ વ્યક્તિ ગાયબ થઈ ગયો છે અને બીજી તરફ વિદ્યાર્થીઓ પાસ વગર રહી ગયા છે.છેતરપિંડીનો ભોગ બનનારા મોટાભાગના વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીના છે.

મળતી વિગતો પ્રમાણે કોમર્સ ફેકલ્ટીના એક વિદ્યાર્થી નેતાને કોઈએ કહ્યુ હતુ કે , નવલખી મેદાન પર યોજાતા પેલેસ હેરિટેજ ગરબાના પાસ સસ્તામાં મળે તેમ છે.જયેશે પછી પોતાના ગૂ્રપના વિદ્યાર્થીઓએ પાસ અંગે વાત કરી હતી.વિદ્યાર્થીઓએ લગભગ .૧૪ લાખ રુપિયા ઉઘરાવીને શિવરાજને નામના વ્યક્તિને આપ્યા  હતા.શિવરાજે રકમ  વિકી ઉર્ફે અરબાઝ નામના વ્યક્તિને આપી હતી.

(5:48 pm IST)