Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગુજરાત સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે રાજકોટના ભરતભાઇ ગાજીપરા

સર્વોદય સ્કુલના સ્થાપક પ્રમુખ ગાજીપરાની વરણીને વ્યાપક આવકારઃ રાજકોટમાં સંચાલકોનું અધિવેશન યોજાશે

રાજકોટ, તા., રઃ ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના પ્રમુખ તરીકે સ્વચ્છ પ્રતિભા ભરતભાઇ ગાજીપરાની સર્વાનુમતે આગામી ૩ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓમાં સંસ્કાર, શિસ્ત અને શિક્ષણનું સિંચન થાય તે માટે હંમેશા કાર્યરત અને કાંઇક નવુ કરવાની તમન્ના ધરાવતા પુર્ણ શિક્ષક ભરતભાઇ ગાજીપરાએ પી.ડી.માલવીયા કોલેજ પાસે સર્વોદય શૈક્ષણીક સંકુલ સ્થાપ્યું છે. બે દાયકાની સફરમાં હજારો વિદ્યાર્થીઓએ કારકીર્દીનું ઘડતર કરી હાલ ઉચ્ચ સ્થાને બીરાજી રહયા છે.  રાજકોટમાં અને ગુજરાતમાં ખાનગી શાળાઓના સંચાલકોનું સંગઠન અને તેના પ્રશ્નોને વાચા આપવા ભરતભાઇ ગાજીપરા ખુબ અગ્રેસર રહયા છે. સરકાર અને શાળા સંચાલકો વતી સેતુ બની પ્રશ્નોના નિરાકરણ માટે અનેકવાર રજુઆતો પણ કરી છે.

તાજેતરમાં ભાવનગર ખાતે મળેલી ગુજરાત રાજય સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળની કારોબારીમાં ર૮ જીલ્લાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા. તેમાં મહામંડળના મહામંત્રી પદે છેલ્લા ૩ વર્ષથી કાર્યરત ભરતભાઇ ગાજીપરાની પ્રમુખપદે નિમણુંક કરવાનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો.

ભરતભાઇ ગાજીપરાની પ્રમુખપદે નિમણુંક થતા શાળા સંચાલકો દ્વારા આવકારી અને અભિનંદન પાઠવવામાં આવી રહયા છે.

(3:51 pm IST)