Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાધનપુર વિધાનસભાના ભાજપના ઉમેદવારનુ ફોર્મ રદ કરવા રજૂઆત

પાટણ તા.૨: રાધનપુર વિધાનસભા પેટાચૂંટણીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ઉમેદવારોના ફોર્મ ચકાસણી બાદ ભાજપ-કોંગ્રેસ અને એનસીપીના ફોર્મ માન્ય રખાયા પરંતુ કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનુ હાઇકોર્ટમાં પક્ષાંતર ધારાને મામલો હોવાની ઉમેદવારી ફોર્મ રદ કરવાની માંગ કરી હતી.

પરંતુ કોંગ્રેસના ઉમેદવાર રઘુભાઇ દેસાઇએ ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરનું ઉમેદવારી પત્રરદ કરવા એસડીએમ રાધનપુરને લેખીતમાં અરજી કરી હતી અને અલ્પેશ ઠાકોર ઉપર પક્ષાંતર ધારાની હાઇકોર્ટમાં ફરીયાદ હોવાની અલ્પેશ ઠાકોરનું ઉમેદવારીપત્ર રદ કરવા માંગ કરી છે. જોકે આમ કરવાથી અલ્પેશ ઠાકોરની મુશ્કેલી વધી શકે તેમ છે તેમ કહીએ તો પણ નવાઇ નહી જોકે હાલ તો આ અરજીના પગલે રાધનપુરના રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે.

(3:21 pm IST)