Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પ્લાસ્ટિક મુક્ત ભારત: વડોદરામાં શેરી-ગરબામાં ખેલૈયાઓને કાપડની થેલી-બાળકો માટે પાણીની બોટલનું વિતરણ કરાયું

ગોરવા વિસ્તારમાં દિવ્ય ભાવના યુવક મંડળ આયોજીત શેરી ગરબામાં અનોખી પહેલ

વડોદરા : સંસ્કારી નગરી વડોદરામાં નવરાત્રિની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પ સાથે ખાનગી સંસ્થા દ્વારા શેરી-ગરબામાં રતમા ખેલૈયાઓને કાપડની થેલી અને બાળકો માટે પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું

  શહેરના ગોરવા વિસ્તારમાં દિવ્ય ભાવના યુવક મંડળ આયોજીત શેરી ગરબામાં ધારાસભ્ય જીતુ સુખડીયાની આગેવાનીમાં પ્લાસ્ટિક મુક્ત અભિયાનથી જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો. 14 નવેમ્બર સુધી આ જ પ્રકારે સૌને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવશે.

(1:32 pm IST)