Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અતિ વરસાદથી ૧૮પ થી વધુ માનવ મોત, ૮૩૧ થી વધુ પશુઓ મરણને શરણઃ ખેતરો ધોવાઇ ગયા

યુધ્ધના ધોરણે સર્વે કરાવી સહાય ચૂકવવા પરેશ ધાનાણીની રજૂઆત

ગાંધીનગર તા. ર :.. વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી જણાવે છે કે સમગ્ર રાજયમાં સાર્વત્રિક ખુબ જ વરસાદ થયેલ છે, જેના કારણે હલ લીલા દુષ્કાળની સ્થિતી પ્રવર્તી રહી છે અને રાજયના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ નુકસાન થયેલ છે, જનજીવન ખોરવાઇ ગયેલ છે, રસ્તાઓ ધોવાઇ જતા વાહન વ્યવહાર અસરગ્રસ્ત થયેલ છે, નદી-નાળા છલકાઇ જવાથી ખેતરો બેટમાં ફેરવાઇ ગયેલ છે, ખાતર-બિયારણ નિષ્ફળ ગયેલ છે તેમજ ગામોમાં પાણી ઘુસી જતા ઘરવખરી તથા માલ સામાનને મોટાપાયે  નુકસાન થયેલ છે અને કાચા-પાકા મકાનો પણ ધરાશાયી થયેલ હોઇ લોકોને ખૂબ મોટું આર્થિક નુકસાન થવા પામેલ છે. અતિ ભારે વરસાદને કારણે રાજયમાં ૧૮પ થી વધારે માનવ મૃત્યુ અને ૮૩૧ થી વધારે પશુઓના મૃત્યુ થયેલ છે.

અછત મેન્યુઅલ-ર૦૧૬ ના પ્રકરણ ૩ ના પારા ૩.ર.૧ મુજબ સરેરાશ વરસાદ ૧૦૦ ટકા કરતાં ર૦ ટક વધુ હોય તો સામાન્ય સ્થિતિ, ર૦ થી ૪૦ ટકા વધુ હોય તો અસામાન્ય સ્થિતિ, ૪૦ થી ૬૦ ટકા કે તેથી વધુ હોય તો અતિ ગંભીર સ્થિતિ ગણાય. એ મુજબ રાજયના પપ તાલુકાઓમાં અસામન્ય સ્થિતિ અને ૧૦૩ તાલુકાઓમાં અતિ ગંભીર સ્થિતી છે. ઉકત પરિસ્થિતિ અન્વયે રાજયના તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાકીદે યુધ્ધના ધોરણે કાર્યવાહી હાથ ધરવા વિનંતી છે. તેમ પરેશ ધાનાણીએ જણાવ્યું છે.

સમગ્ર રાજયમાં મુખ્ય પાકો ડાંગર, બાજરી, જુવાર, મકાનઇ, અન્ય ધાન, તુવેર, મગ, મઠ, અડદ, અન્ય કઠોળ, મગફળી, તલ, દિવેલા, સોયાબીન, અન્ય તેલીબિયા, કપાસ, તમાકુ ગવાર, શાકભાજી, ઘાસચારો વગેરેનું અંદાજે ૮પ, ૮૭, ૮ર૬ હેકટર જમીનમાં વાવેતર થયેલ, આ તમામ પાકોનું વાવેતર મોટાભાગે નિષ્ફળ ગયેલ છે. ખેડૂતોના પાક નિષ્ફળ જવાના કારણે ખેડૂતોને વાવેતર પાછળ થયેલ ખેડ, ખાતર, બિયારણ, દવા, લાઇટ, પાણી, મજૂરી વગેરેમાં અંદાજીત રૂ.ા રપ હજાર કરોડ કરતાં વધારે નુકસાન થવા પામેલ છે. (પ્રતિ વિઘા સરેરાશ રૂ. પ હજાર ખર્ચ થાય એટલે પ્રતિ હેકટર રૂ. ૩૦ હજાર ખર્ચ થાય. આમ, હેકટર દીઠ રૂ. ૩૦ હજારનો ખર્ચ ગણતાં ૮પ, ૮૭, ૮ર૬ હેકટરમાં રૂ. રપ હજાર કરોડ કરતાં વધારેનું નુકસાન થવા પામેલ છે.) જેથી ખેડૂતોને થયેલ નુકસાનનો તાત્કાલીક સર્વે કરાવી ખેડૂતોને પાક વિમાની રકમ ચુકવવી. અસરગ્રસ્ત વિસ્તારોમં કેશડોલ્સની ચૂકવણી કરવી તથા માનવ અને પશુ મૃત્યુ સહાયની સત્વરે ચુકવણી કરવી તથા ખેડૂતોને પાકધિરાણ આપવામાં આવેલ છે તે માફ કરવું અને શિયાળુ પાક માટે નવું પાકધિરાણ આપવાની કાર્યવાહી સત્વરે કરવી તેમજ ખાતર, બિયારણ, દવાની તગાવી આપવી. જરૂરી છે.

ભવિષ્યમાં કુદરતી પુર તથા ભારે વરસાદની પરિસ્થિતિમાં જાનહાની ન થાય, માલઢોરનું રક્ષણ થાય અને ખેતીની જમીનોનું ધોવાણ ન થાય અને ખેડુતો તથા સામાન્ય જનતા પાયમાલ ન થાય તે જોવાની જવાબદારી રાજય સરકારની હોય છે કુદરતી આપતિઓ વખતે રાજ્ય સરકારે ચોકકસ કામગીરી કરી રાજય આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મારફત નીચે મુજબ નકકર આયોજન કરવું જોઇએ.

નદીઓના વહેણ દર વર્ષે સાફ કરાવવા અને ઉંડા ઉતારવા નદી કાંઠાના ગામોમાં પુરસંરક્ષણ પાળા બનાવવા, નદી, નહેર અને વોંકળા ઉપરના દબાણો દુર કરવા. દરેક  વિસ્તારોમાં એચ.એફ.એલને ધ્યાને લઇને રોડ-રસ્તા અને નાળાઓ બનાવવા, રાજયમાં સમુદ્ર સપાટીથી દરેક ગામવાર વોટર લેવર સુનિશ્ચિત કરવા અને તેના આધારે સેટેલાઇટ ઇમજથી પુર પ્રભાવિત વિસ્તારોમાં નુકસાનીનુ સર્વે કરી શકાય અને વિવિધ નુકસાનીનું વળતર સત્વરે ચુકવી શકાય તેવી વ્યવસ્થા ગોઠવવી. ત્થા પુર પ્રભાવિત વિસ્તારોમાં જાનમાલની સુરક્ષા માટે કુશળ સ્વયંસેવકોના ઘડતર માટે પ્રશિક્ષણ કાર્યક્રમો સહિત સરકારી યોજનાઓ અમલમાં મુકવી જોઇએ તેમ પરેશ ધાનાણીએજણાવ્યું છે.

રાજયમાં લીલા દુકાળની બીકે જગતનો અનિચ્છનીય પગલુ લેવા પ્રેરાય તે પહેલા સરકારે સહાનુભુતી પૂર્વક વિચારણા કરી આવા બનાવો રોકવા  માટે ગંભીરતાપૂર્વ પગલા લેવા વિનંતી છે. રાજયના ૧૦૩ તાલુકાઓમાં અતિ ગંભીર સ્થિતિ છે. તથા પપ તાલુકાઓમાં અસામાન્ય સ્થિતિ છે ત્યારે અછત મેન્યુઅલ ર૦૧૬ ની ગાઇડલાઇન મુજબ યુદ્ધના ધોરણે ટીમ બનાવી, રાજયના તમામ તાલુકાઓમાં સર્વે કરાવી, નિયમોનુસાર ચુકવવાપાત્ર સહાય સત્વરે ચુકવાય તે અત્યંત જરૂરી છે.  રાજયના ખેડુતોના ખેતી પાકને થયેલ રૂ.રપ હજાર કરોડ કરતા વધારેનું નુકસાન, લોકોના ઘરવખરી, માલસામાન, ધરાશાયી થયેલ કાચા-પાકા મકાનો અંગે તાત્કાલીક સર્વે કરાવી ,ખરેખર થયેલ નુકસાનનું ૧૦૦% વળતર મળે તથા ૧૮પ થી વધારે માનવ મૃત્યુ અન. ૮૩૧ થી વધારે પશુઓના મૃત્યની સહાય તાત્કાલીક ચુકવાય તે માટે જરૂરી કાર્યવાહી કરાવવા પરેશ ધાનાણીએ માંગણી કરી છે.

(1:29 pm IST)