Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

દાહોદના ખરોદા ગામે ખેતરમાં પશુઓને ચરાવા ગયેલા યુવક પર વીજળી પડતા ઘટનાસ્થળે મોત

દાહોદ જિલ્લાના ખરોદા ગામે મડીયા ફળિયામાં રહેતા રસુ બીલવાલ નજીકમાં આવેલા ખેતરમાં પોતાના જાનવરોને ઘાસ ચારો ખવડાવવામાં માટે લઇ ગયો હતો. ગાય ભેંશ બકારાઓને ચરાવીને પરત ઘર તરફ આવી રહ્યો હતો તે સમયે ખેતર પાર કરીને રોડ ઉપર આવતા અચાનક આકાશમાં ધડાકા ભડાકા સાથે વીજળી પડતા તે યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, આ વાત જાણ આજુબાજુના થતા લોકો ભેગા થયા હતા અને તેના પરિવારને જાણ કરતા તેના પરિવારના લોકો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

દાહોદ રૂરલ પોલિસને પણ જાણ કરાતા દાહોદ તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. વીજળી પડતા મરણ જનાર યુવકને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પોસ્ટ મોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી હતી.

(12:21 pm IST)