Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ર૪ હજારની લાંચમાં ઝડપાયેલ મહિલા ટીડીઓના આણંદ સ્થિત બંગલામાં એસીબી દ્વારા સર્ચ ઓપરેશન

વડોદરા પંથકના વાઘોડીયાના કામીનીબેન પંચાલ દરેક કામના બીલ પાસ કરવાના ર ટકા રકમની માંગણી કરતા હતાઃ પ્રથમ વખત ૭૦૦૦ આસાનીથી મળી જતા વધુને વધુ રકમ મેળવવાના પ્રયાસોથી કંટાળી એસીબીમાં ફરીયાદ થયેલી

રાજકોટ, તા., ૨: વડોદરા જીલ્લાના વાઘોડીયાના મહિલા તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી કામીનીબેન પંચાલ શૌચાલયના કામનું બીલ મંજુર કરવા માટે ૪ બીલના ર ટકા લેખે રૂ.ર૪ હજારની લાંચની માંગણી કરી તે સ્વીકાર કરતા એસીબી છટકામાં ઝડપાયેલા આ મહિલા અધિકારીની ધરપકડ તથા તેમના આણંદ સ્થિત બંગલામાં એસીબી ટીમો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયાનું સુત્રો જણાવે છે.

એસીબી સમક્ષ આ ગુન્હાના ફરીયાદીએ  કાશીપુરા ગ્રામ પંચાયતના શૌચાલયોનું કામ પુર્ણ થઇ જતા તેના બીલ મુકેલ. આરોપી મહિલા ટીડીઓએ રૂ. ૭ હજારની લાંચ માંગી અને સ્વીકાર કરેલ ત્યાર બાદ ફરીયાદીએ જુદી જુદી ગ્રામ પંચાયતના રોજના કામોના બીલ, પ્રોટેકશન દિવાલ તથા શૌચાલયના બીલો મુકતા ર ટકા લેખે  ર૪ હજારની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીના આરોપ મુજબ તેઓ લાંચની રકમ આપવા માંગતા ન હોય આ બાબતે એસીબીનો સંપર્ક કરતા વડોદરા શહેર એસીબી પીઆઇ આર.એન.રાઠવાએ વડોદરા એસીબી એકમના મદદનીશ નિયામક બી.જે.પંડયાના માર્ગદર્શનમાં છટકુ ગોઠવી ઝડપી  લીધા હતા.

(12:13 pm IST)