Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહાત્મા ગાંધીજીની 150 મી જયંતીની ઉજવણીના ભાગરૂપે

*શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા "મહાત્મા ની પરિક્રમા" ગ્રંથ લોકાર્પણ

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ મુખ્ય વક્તા  શ્રી સંજય પ્રસાદ આઈએએસ - મુખ્ય ચૂંટણી કમિશનર , ગુજરાત રાજ્યની ઉપસ્થિતિમાં મહાત્માની પરિક્રમા ગ્રંથ લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. 1915માં મહાત્મા ગાંધીનું હિંદ પ્રત્યાગમન યુગ પરિવર્તક ઘટના છે. ગાંધીજીએ હિંદ દર્શન અને લોક કલ્યાણની ભાવનાથી ૩૪૩૬૧ કિલોમીટરની પૂજ્યભાવે પરિક્રમા કરી હતી, તેનું ઐતિહાસિક દૃષ્ટિબિંદુથી વિશ્લેષણ કરી ઇતિહાસકાર ડો. રિઝવાન કાદરીએ સર્જન કર્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલના મિલન સ્થળ એટલે ભદ્ર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે વિશેષમાં મિ. એમ. કે. ગાંધીને મહાત્મા બનાવવા મહત્વની ભૂમિકા ભજવનારા મહાનુભાવોના વંશજો પણ ઉપસ્થિત રહ્યા હતા. 

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજે આ પ્રસંગે ટ્રાફિક નિયમો અને સ્વચ્છતા અંગે પણ અનુરોધ કર્યો હતો.

 

 

(12:08 pm IST)