Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગુજરાતીને ગ્લોબલ એજયુકેશન હબ બનાવવા સ્ટડી ઇન ગુજરા કેમ્પેઇનની જાહેરાત કરતા વિજયભાઇ રૂપાણી

વિદેશનાં વિદ્યાર્થીઓ ગુજરાતની ઉચ્ચ યુનિવર્સિટીઓમાં અભ્યાસ હેતુસર આવે તે માટેની પ્રોત્સાહક પોલીસીને આખરી ઓપ અપાશેઃ૨૦૨૨ સુધીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ હજાર સુધી લઈ જવા મુખ્યમંત્રી પ્રતિબદ્ઘ

ગાંધીનગર, તા.૨: ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિશ્વ કક્ષાની શૈક્ષણિક સુવિધાઓ અને આંતર માળાખાકિય સવલતો ધરાવતી ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં વિદેશોનાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વધુ પ્રમાણમાં પ્રેરિત કરવા સ્ટડી ઈન ગુજરાત કેમ્પેઇન માટેની પ્રોત્સાહક પોલીસીની જાહેરાત કરી છે. ગુજરાતને ગ્લોબલ એજયુકેશન હબ બનાવવાની નેમ સાથે વધુ વિદેશી વિદ્યાર્થીઓને રાજયની વિવિધ યુનિવર્સિટીઓમાં ઉચ્ચ અભ્યાસ માટે વ્યાપક તક મળે તે માટેનાં ચોક્કસ પગલાંઓ ભરીને તેમજ પ્રવેશ પ્રક્રિયા સહિતની અન્ય જરૂરી પ્રક્રિયાઓમાં સરળતા રહે તે માટેનાં જરૂરી ધારાધોરણો સાથે રૂપાણી સરકાર સ્ટડી ઈન કેમ્પેઈન નામની પ્રોત્સાહક પોલીસીને આગામી દિવસોમાં આખરી ઓપ આપવાની છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જાહેર કરવામાં આવેલી સ્ટડી ઈન કેમ્પેઈન પોલીસી હેઠળ ગુજરાતમાં ૨૦૨૨ સુધીમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા ૧૦ હજાર સુધી લઈ જવા સાથે દુનિયાભરનાં દેશોનાં વધુને વધુ વિદ્યાર્થીઓ ગુજરાતની ધરતી પર ઉચ્ચ શિક્ષા-દીક્ષા માટે આવે તે માટે રૂપાણી સરકાર પ્રતિબદ્ઘ છે. સ્ટડી ઈન કેમ્પેઈન પોલીસી મારફતે વિદેશનાં વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ અર્થે આવશે જેથી ગુજરાતને અનેક પ્રકારે ફાયદો થશે. વિશ્વભરનાં વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવા આવશે એટલે ગુજરાત ગ્લોબલ એજયુકેશનનું હબ બની શૈક્ષણિક ક્ષેત્રે નામના મેળવશે. આ પ્રકારે વિદેશનાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ગુજરાતનાં વિદ્યાર્થીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ પરસ્પર સંશોધનાત્મક અભ્યાસ પણ આદાનપ્રદાન કરી શકશે. આમ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જાહેર કરેલી સ્ટડી ઈન ગુજરાત પોલીસી દેશ-વિદેશ સહિત ગુજરાતનાં વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયી નિવડવાની છે.

(11:49 am IST)