Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમદાવાદમાં DCP ઓફિસ પાસે બાઇકની ટક્કરથી રાજકોટના વૃધ્ધનું મૃત્યુ

રણછોડદાસ આશ્રમમાં રહેતા કનૈયા મહારાજનો મૃતદેહ સિવિલના કોલ્ડસ્ટોરેજમાં રખાયો

અમદાવાદ તા. ર :.. અમદાવાદમાં કાલુપુર ડીસીપી ઓફિસ પાસે સનરાઇઝ હોટલ સામે જ બાઇકની ટક્કરથી વૃધ્ધનું મૃત્યુ નિપજયું હતું. મૃતકની ઓળખ રાજકોટના રણછોડદાસ આશ્રમમાાં રહેતા કનૈયાલાલ મહારાજ તરીકે થઇ હતી. ટ્રાફિક ઇ ડીવીઝન પોલીસે અકસ્માત સર્જી નાસી  છૂટેલ બાઇક સવારની શોધખોળ હાથ ધરી છે.

અમદાવાદ સીવીલ હોસ્પિટલે ટ્રાફિક ઇ ડીવીઝન પોલીસને મેસેજ આપ્યો હતો કે, તા. ૧૮ ના રોજ કાલુપુર ડીસીપી ઓફીસ સામે સનરાઇઝ હોટલ પાસે બાઇક ટક્કર મારતાં કનૈયાભઇ મહારાજ (ઉ.૬પ, રહે. રણછોડદાસ આશ્રમ, રાજકોટ)નું તા. ર૯ ના રોજ મૃત્યુ નિપજયું હતું. મૃતકના વાલી વારસ ન મળતાં મૃતદેહને હાલ સીવીલ હોસ્પિટલના સાત દિવસ માટે કોલ્ડરૂમમાં રાખવામાં આવ્યો છે.

તા. ૧૮ ના બપોરે ૧ર-૩૦ વાગ્યાના અરસામાં ચાલીને જઇ રહેલા કનૈયાલાલ  મહારાજને ટક્કર મારીને અજાણ્યો બાઇક સવાર પલાયન થઇ ગયો હતો. કનૈયાલાલ મહારાજનું તા. ર૯ ના રોજ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું હતું.

સારવાર ચાલુ હતી ત્યારે પુછપરછમાં ઇજાગ્રસ્તે પોતાનું નામ કનૈયાલાલ મહારાજ અને રાજકોટ રણછોડદાસજી આશ્રમમાં રહેતા હોવાનું જણાવ્યું હતું. ટ્રાફીક ઇ ડીવીઝન પોલીસે ગુનો નોંધી 'હીટ એન્ડ રન' અકસ્માત સર્જનાર બાઇક ચાલકની શોધખોળ શરૂ કરી છે. જયારે, વાલી વારસ મળી આવ્યા નથી. તેવા મૃતક કનૈયાલાલ મહારાજના કોઇ સ્વજન હોય તો જાણ કરવા માટે રાજકોટ પોલીસનો સંપર્ક સાધવામાં આવ્યો છે.

(11:48 am IST)