Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

નવરાત્રીમાં કરી રહ્યા છો વ્રત-ઉપવાસ, તો લો આ હેલ્દી ફરાળ

નવરાત્રી શરૂ થઈ ગઈ છે . આ અવસરે ઘણા લોકો વ્રત ઉપવાસ રાખે છે. જો તમે પણ વ્રત રાખી રહ્યા છે, તો ફળાહારમાં કઈક એવું લો જેનાથી તમારા શરીરમાં નબળાઈ ન આવી જાય.

મૌસમી : વ્રતના આ મૌસમમાં સંક્રામક રોગ થતા રહે છે. એ દ્રષ્ટિએ વિટામિન-સી ભરપૂર લેવું જોઈએ. વિટામિન-સી, મૌસમી સંક્રમણથી બચાવે છે.

કેળાઃ  કેળા એનર્જી બૂસ્ટરનું કામ કરે છે. અને વ્રતમાં થાક થતા બચાવે છે.

પપૈયું: વ્રતના સમયે આ ફળ ખાવાથી પેટ સાફ થઈ જાય છે અને વ્રતમાં ગેસની તકલીફથી બચાવે છે.

બટાટાઃ બાફેલા કે શેકેલા બટાટા પોટેશિયમના પ્રભાવી સ્ત્રોત છે. અને રોગ પ્રતિરોધક ક્ષમતા વધારે છે.

છાશઃ પાણીની ઉણપ ન થાય એના માટે સિંધાલૂણ નાખી છાશ પીવો . જે લોકો બલ્ડ પ્રેશર કે કેન્સરથી ગ્રસિત છે એના માટે આ ફાયદાકારી છે.

નારિયળ પાણીઃ આ શરીરમાં વ્રતના સમયે ઈલેકટ્રોલાઈટ અસંતુલનને ઘટાડવાનું કામ કરે છે.

(9:59 am IST)