Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

અમદાવાદ ભાજપ યુવા મોરચાના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદીને દાદાગીરી ભારે પડી : પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો

બાપુનગર પોલીસ સ્ટેશનમાં ગાળો ભાંડી : સરકારની બીક બતાવી ધમકી દીધી : વિડિઓ વાયરલ થતા ભાજપે કાર્યવાહી કરી

અમદાવાદઃ ભાજપ યુવા મોરચો અમદાવાદના કારોબારી સભ્ય વિક્કી ત્રિવેદી સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં જાતિ વિષયક શબ્દો અને મારામારીની ફરિયાદ નોંધાઈ હતી. એક વીડિયોમાં તે પોલીસ અધિકારીઓને ગાળો ભાંડતો અને સરકાર પોતાની છે તથા કાઈ બગાડી નહીં શકે તેમ કહેતો નજરે પડતો હતો.

 આ વીડિયો વાયરલ થયા બાદ પક્ષે પગલા લીધા હતા. જેના કારણે ભાજપે તેને સસ્પેન્ડ કરીને તમામ જવાબદારમાંથી મુક્ત કર્યો હતો.

  એક સમયે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની છાપ શિસ્ત પક્ષ તરીકેની હતી, પરંતુ છેલ્લા થોડા સમયથી કેટલાક લોકો રૂપાણી સરકારને ખિસ્સામાં લઇને ફરતા હોય તેવી દાદાગીરી કરી રહ્યાં હોવાના અગાઉ પણ દાખલાઓ છે. પોલીસ કે કાયદાનો તેમને કોઈ ડર રહ્યો નથી.
વિક્કીએ તેના મિત્રને જાતિ વિષયક અપશબ્દો બોલી તારી ઓકાત બતાવી દઇશ, હાલ મારી સરકાર છે અને હું બીજેપીનો પ્રભારી છું તને તારા ઘરની બહાર નહી નીકળવા દઉ તેવી ધમકી આપી હતી.

(11:13 pm IST)