Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

રાઠવા કોળી સમુદાય અનુસુચિત જન જાતિમાંથી બાકાત રાખવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી

તમામ પરીપત્રો અને રદબાતલ ઠેરવા દાદ માંગી : 15મી ઓક્ટોબરે વધુ સુનાવણી

અમદાવાદ : રાઠવા કોળી સમુદાયને અનુસૂચિત જન જાતિમાં નહીં ગણવા હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરાઈ છે ગુજરાત હાઇકોર્ટ ખાતે નરસિંહભાઈ કાનજીભાઈ મહિડા દ્વારા એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી, જે અનુસાર એવી અરજ કરવામાં આવી હતી કે રાષ્ટ્રપતિના આદેશ હેઠળ રાઠવા કોળી સમુદાય અનુસુચિત જન જાતિ તરીકે સૂચિબદ્ધ નથી. તેથી આ સમુદાયને અનુસૂચિત જનજાતિ ન ગણવા તથા ગુજરાત સરકારને સુચના આપવામાં આવે કે રાઠવા કોળી સમુદાયને અનુસૂચિત જનજાતિમાં ગણવામાં ના આવે.

 

ગુજરાત સરકારે રાઠવા કોળી સમુદાયને ઇન્કવાયરી કર્યા બાદ રાઠવા સમુદાય તરીકે ગણવો એવી સુચના આપેલ છે જે સુપ્રીમ કોર્ટમાં બંધારણીય બેન્ચે દ્વારા ઘડવામાં આવેલ આ કાયદા હેઠળ માન્ય નથી
અન્યથા પણ રાઠવા કોળી સમુદાયને ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેની સંબંધિત સૂચિમાં એસઇબીસી/ઓબીસી તરીકે સૂચિબદ્ધ છે. રાઠવા કોળી સમુદાયને અનુસુચિત જન જાતિ તરીકે જો ધ્યાનમાં લેવામાં આવે તો સરકાર દ્વારા જે સરકારી યોજનાઓનો લાભ ખરેખર બીજી અનુસૂચિત જનજાતિઓ ને મળવો જોઈએ અને જે પ્રમાણમાં મળવો જોઈએ તે પ્રમાણમાં ના મળે.
આથી રાજ્ય સરકાર દ્વારા જે કોઈપણ પરિપત્રો પત્રો દ્વારા રાઠવા કોળી સમુદાયને અનુસૂચિત જાતિ તરીકે જાહેર કરે છે તે તમામ ભારતના સંવિધાન વિરુદ્ધ છે અને તેથી તે તમામ પરીપત્રો અને રદબાતલ ઠેરવા દાદ માંગવામાં આવી છે તથા રાઠવા કોળી સમુદાયને અનુસૂચિત જનજાતિમાં નાં ગણવા સરકારને સુચના આપવા માટે અરજ કરવામાં આવી છે. આ કેસની વધુ સુનાવણી 15 ઓક્ટોબરના રોજ રાખવામાં આવેલ છે

 

(8:53 am IST)