Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સરકારે ગાંધીજીની 150મી જન્મજંયતિ પ્રસંગે ગાંધી આશ્રમને 60 કરોડની ગ્રાન્ટ ફાળવી

આશ્રમ વૉક શરુ કરવામાં આવશે:આશ્રમમાં નવીનીકરણ થશે

અમદાવાદ : દેશના આઝાદી અપાવનાર ગાંધીજીને વડાપ્રધાન પ્રેરણારૂપ માને છે. સ્વચ્છતા અભિયાનની વાત હોય કે પછી ખાદીને અપનાવવાની વાત હોય.  વડાપ્રધાનનો પ્રેમ ગાંધી આશ્રમના વિકાસમાં ઝલકે છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે ગાંધીજીની 150મી જન્મજંયતિ પ્રસંગે ગાંધી આશ્રમને રૂ. 60 કરોડની ગ્રાન્ટ આપી છે. જેને લઈને આશ્રમમાં આગમી સમયમાં 'આશ્રમ વૉક શરુ કરવામાં આવશે, સાથે આશ્રમમાં નવીનીકરણ થશે.

   ગાંધી બાપુના આર્કાઈ્વ્ઝની પણ યોગ્ય રીતે જાળવણી થશે.આ અંગે ગાંધી આશ્રમ મેમૉરિયલ ટ્રસ્ટના ડાયરેક્ટર અતુલ પંડયાના કહેવા પ્રમાણે આ વર્ષે તેમણે ગાંધીનાં આર્કાઇવ્ઝની જાળવણી માટે એક પરિપત્ર તૈયાર કર્યો હતો જેને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્રારા પાસ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા કુલ 60 કરોડની ગ્રાન્ટ આ વર્ષે ફાળવવામાં આવી છે જે બાદ હવે આશ્રમનો સંપૂર્ણ વિકાસ થશે.

(11:44 pm IST)