Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ગાંધીજયંતીએ ' સર્વધર્મ પ્રાર્થના'માં ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમહેમાન બાળકો ઉપસ્થિત રહેશે

ત્રણ બાળકો વક્તવ્ય આપશે : બધાનું સ્વાગત ટ્રસ્ટીઓ કરશે

અમદાવાદ : દરવર્ષે 2જી ઓક્ટોબરે ગાંધી જ્યંતી પ્રસંગે અને ગાંધી નિર્વાણ દિને ગાંધી આશ્રમમાં સર્વધર્મ પ્રાર્થના યોજાય છે ત્યારે દર વખતે કોઈને કોઈ મહાનુભાવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહે છે. પરંતુ આ વખતે ઇતિહાસમાં પ્રથમવાર ગાંધીજયંતીએ સર્વધર્મ પ્રાર્થનામાં મુખ્ય મહેમાન બાળકો રહેશે. બીજી ઓક્ટોબરના રોજ સવારે સર્વધર્મ પ્રાર્થના ભજન અને ધૂન 40 મીનીટ યોજાશે પરંપરા મુજબ થશે.

   રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિને 150 વર્ષની ઉજવણી નિમિત્તે ગાંધી આશ્રમ અને ગુજરાતની શૈક્ષણિક સંસ્થાઓ વિશિષ્ટ કાર્યક્રમ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં કરાશે. અહિંસાના પાઠ શિખી અહીંસા બાબતની કેળવણીના કાર્યક્રમમાં ગુજરાતની 300 શાળાના 30 હજાર બાળકો જોડાયેલા છે. તે પૈકી પ્રતિનિધિત્વ રુપ 900 બાળકો હશે.

   સામાન્ય રીતે પરંપરા મુજબ કોઈ મુખ્ય મહેમાન પ્રાસંગીક ઉદ્બોધન કરે છે આ વખતે એ બાળકોને મુખ્ય મહેમાન કર્યા છે. 3 બાળકો એજ મુખ્ય મહેમાન છે તેઓ વક્તવ્ય આપશે કાર્યક્રમની ભૂમીકા અને બધાનું સ્વાગત અમારા ટ્રસ્ટીઓ કરશે. બીજી ઓક્ટોબરના રોજ બાળકો મુખ્ય મહેમાન રહ્યા હોય તેવું આ પહેલી વાર હશે તેવું સાબરમતી આશ્રમ ના ડાયરેક્ટર અતુલ પંડ્યાએ જણાવ્યું હતું

(11:56 pm IST)