Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમદાવાદમાં સૌપ્રથમ આંતર રાષ્ટ્રીય ગ્રાન્ડ માસ્ટર ચેસ સ્પર્ધા :15 દેશોના ખેલાડીઓ વચ્ચે જામશે મુકાબલો

 

અમદાવાદ :ગુજરાત સ્ટેટ ચેસ એસોસીએશન દ્વારા પ્રથમ ગુજરાત ઈન્ટરનેશનલ ઓપન ગ્રાન્ડ માસ્ટર્સ ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે.આગામી તા; 5થી12 ઓક્ટોબર દરમિયાન કર્ણાવતી કલબ ખાતે સ્પર્ધા યોજાશે.

   ટુર્નામેન્ટમાં 800 જેટલા ખેલાડી ભાગ લેશે. 15 દેશમાંથી ખેલાડી નસીબ અજમાવશે. સ્પર્ધા એબીસી એમ ત્રણ કેટેગરીમાં યોજાશે. સ્પર્ધાને કારણે મયુર પટેલ, હેમલ થાનકી, જોય ચૌહાણ જેવા ગુજરાતના ખેલાડીઓને ઘરઆંગણે રમવાથી ફાયદો થશે.

  કુલ 20 લાખના ઇનામ ત્રણ કેટેગરીના વિજેતા વચ્ચે વહેંચવામા આવશે. સૌથી મહત્વની વાત છે કે ગેમ રમવા માટે ઇલેક્ટ્રોનિક ચેસ બોર્ડનો ઉપયોગ કરાશે.

(11:43 pm IST)