Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ધરમપુર પંથકમાં વાવાઝોડા સાથે વરસાદ કોસબાડી ગામમાં મકાન ધરાશાયી :ત્રણ વર્ષના બાળકનું મોત

 

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અંતરીયાળ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો. અને કોસબાડી ગામમાં એક મકાન ધરાશાયી થયું હતું. મકાનના કાટમાળ નીચે દબાઈ જતાં 3 વર્ષીય બાળકનું મોત થયુ હતું. અને એકને ઇજા થઇ હતી. તોફાની વાવાઝોડાના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થયું હતું

(11:25 pm IST)