Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

બનાસ નદીમાંથી ઢુવાના યુવાનનો મૃતદેહ મળ્યો : મૃતકના પરિવારજનોને હત્યાની આશંકા

બનાસકાંઠાના ડીસા નજીકથી પસાર થતી બનાસ નદીમાંથી સોમવારે મોડી સાંજે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે. પરંતુ મૃતકના પરિવારજનો આ ઘટના હત્યાની ઘટના હોવાનું જણાવી રહ્યાં છે. ઘટના બાદ મૃતકના મૃતદેહને ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે લાવવામાં આવ્યો હતો.મૃતક યુવક ડીસા તાલુકાના ઢુવા ગામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

(8:48 pm IST)