Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

પાટણના સિદ્ધપુરમાં બહુજન ક્રાંતિ રેલીનો ઉગ્ર વિરોધ : ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ:એક ઘાયલ

પાટણના સિદ્ધપુરમાં બહુજન ક્રાંતિ રેલીનો ઉગ્ર વિરોધ થયો  હતો રેલીમાં આવેલા શખ્સોએ પોલીસ બંદોબસ્ત સાથે સરદાર પટેલ અને બાબા સાહેબ આંબેડકરને માળા પહેરાવતા સિદ્ધપુરના યુવાનો રોષે ભરાયા હતા

  . તેમણે આ શખ્સો સાથે મારામારી કરતા મામલો બીચકયો હતો અને ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘર્ષણમાં સાગર ચૌધરી નામનો યુવાન ઘાયલ થયો હતો. આ ઘટના બાદ સિદ્ધપુરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

(8:34 pm IST)