Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

સુરતના ડીડોલીમાં બાંકડી પર દુષ્કર્મ આચરનારના રિમાન્ડ મંજુર

સુરત:નવાગામ-ડીંડોલીના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર ગુજારનાર આરોપી યુવાનની ધરપકડ કરી આજે ૧૦ દિવસના રિમાન્ડની માંગ સાથે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ સમક્ષ રજુ કર્યો હતો.કોર્ટે ગુનાની ગંભીરતાને લક્ષમાં લઈને આરોપીને તા.૫મી ઓક્ટોબર સુધી ચાર દિવસના રિમાન્ડ પર સોંપતો હુકમ કર્યો હતો.સુરતના ડીંડોલી વિસ્તારમાં ગઈકાલે પાંચ વર્ષની માસુમ બાળકીઓનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાના બબ્બે હિચકારી ઘટનાઓ પોલીસ મથકના ચોપડે નોંધાઈ છે. જે પૈકી ડીંડોલીના બલીયાનગર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય માસુમ બાળકીને ચોકલેટ આપવાને બહાને મૂળ બિહારના નવાદા જિલ્લાના વતની આરોપી રોશનકુમાર કાંતાસિંગ ભૂમિહાર અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું હોવાનું ખુલવા પામ્યું હતુ.આરોપી રોશન કુમાર ભૂમિહારે ભોગ બનનાર બાળકી સાથે દુષ્કર્મ આચરીને ડીંડોલી તળાવ પાસેના પાઈપ પાસે છોડીને ભાગી છૂટયો હતો.આજે ડીંડોલી પોલીસે આરોપી રોશન ભૂમિહારની ૨૪ કલાકની કસ્ટડી દરમિયાન પુછપરછ બાદ ગંભીર ગુનાની તપાસ માટે આજે દશ દિવસના રિમાન્ડની માંગ સાથે પોક્સો કેસોની ખાસ અદાલત સમક્ષ રજુ કર્યો હતો.જેની સુનાવણી દરમિયાન સરકારપક્ષે એપીપી અરવિંદ વસોયાએ જણાવ્યું હતું કે આરોપી સામે પાંચ વર્ષીય માસુમ બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો ગંભીર પ્રકારનો પોક્સો એક્ટના ભંગનો કેસ છે.આરોપીના ગુનાઈત કૃત્યમાં અન્ય કોઈ સહ આરોપી છે કે કેમ તેની તપાસ હાથ ધરવાની છે.આરોપી રોશન ભૂમિહારે બાળકીનું અપહરણ કરી ક્યા  ગુનામાં વાપરેલા વાહન તથા અન્ય સાધનોનો ઉપયોગ કર્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરવાની છે.તદુપરાંત સમગ્ર કેસમાં સાંયોગિક  અને વૈજ્ઞાાનિક પુરાવા મેળવવાના હોઈ આરોપીને ૧૦ દિવસના રિમાન્ડ પર સોંપવા માંગ કરી હતી.

(6:35 pm IST)