Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામે કુંડામાં નહાવા પડેલ બે સગાભાઈઓના મોત

ઝાલોદ:  તાલુકાના કાળીમહુડી ગામે ગઇકાલે સાંજે ગામામાં રહેતા ૧૧ વર્ષના અને વર્ષના બે સગાભાઇઓ કુવે નાહાવા ગયા હતા, જ્યાં ઉંડા પાણીમાં અકસ્માતે ડુબી જતા બંને ભાઇનું મોત નીપજ્યુ હતું. બંને મૃતકોની લાશ સાડા ત્રણ કલાક બાદ કુવાના પાણીમાંથી મળી આવતા પરિવારજનો સહિત કાળીમહુડી ગામમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો.ઝાલોદ તાલુકાના કાળીમહુડી ગામના જગા ફળીયામાં રહેતા મીનેશભાઇ ડામોરના છોકરાઓ ૧૧ વર્ષીય આશિષભાઇ ડામોર તથા વર્ષીય યોગેશભાઇ ડામોર એમ બંને સગાભાઇ ગઇકાલે સાંજે ઘરેથી ફળીયામાં આવેલા કુવે નાહાવા માટે ગયા હતા.બંને ભાઇ કપડા કુવાની બહાર કાંઠે મુકી કુવામાં નાહાવા પડયા હતા અને કુવો વધુ ઉંડો હોવાથી બંને ભાઇઓથી પાણી પીવાઇ જતા બંને કુવાના ઉંડા પાણીમાં ડુબી જતા બંનેનું મોત નીપજ્યુ હતુંમોડે સુધી બંને છોકરા ઘરે પરત આવતા ચિંતીત બનેલા મીનેશભાઇ તથા પરિવારજનો શોધખોળ કરતા કુવા પર આવ્યા હતા, જ્યાં કુવા પર કાંઠે પડેલા કપડા જોઇ કુવામાં ડુબી ગયા હોવાની શંકા પડતા કુવામાં તપાસ કરતા ભારેજહેમત બાદ બંને ભાઇની લાશ કુવામાંથીમળી આવતા હૈયાફાટ રૃદનથી વાતાવરણમાં ઘેરોશોક છવાઇ જવા પામ્યો હતો મીનેશભાઇ ડામોરને સંતાનમાં બે દીકરા દીકરી હતી જે પૈકી ઉપરોક્ત બંન્ને દીકરા અકાળે મોતને ભેટતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ સર્જાયો હતો. સંબંધે લીમડી પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી તપાસ હાથ ધરી છે

(4:35 pm IST)