Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

નડિયાદ નજીક ટ્રેનમાંથી પડી જતા અજાણ્યા યુવકનું મોત

નડિયાદ: અમદાવાદ રેલવે લાઈન કનીજ સ્ટેશનના પ્લેટફોર્મ નં. ના ઉત્તરે છેડાથી રેલવે કોલોની જવાના આરસીસી રોડ ઉપર આજે સવારે સાત વાગ્યા પહેલા કોઈપણ ટ્રેનમાંથી પડી ગયેલ અજાણ્યા મુસાફરનું માથામાં ગંભીર ઈજા થતા મોત નીપજ્યું હતું.
અજાણ્યા યુવાન ૨૫ વર્ષના આશરાનો, પાતળા બાંધાનો, જમણા હાથના અંગુઠા ઉપર મા તેમજ હાથ ઉપર અંગ્રેજીમાં એમ એસ કોતરાવેલ છે. ઈસમે શરીર ઉપર ભૂરું ટી-શર્ટ તેમજ પીળા કલરનું પેન્ટ, પગમાં કાળા મોજાં તેમજ કેનવાસના બુટ પહેરેલ છે. અજાણ્યા યુવાનની ઓળખ થઈ નથી. બનાવ અંગે નડિયાદ રેલવે પોલીસે અકસ્માત મોતની નોંધ દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(4:33 pm IST)