Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમદાવાદના યુવકો સાબરમતી નદીમાં નહાવા પડતા ડૂબ્યા: ટ્રેનના મૃતદેશ મળ્યા: એકની શોધખોળ

ગાંધીનગર: શહેર નજીક કરાઈ ગોબરેશ્વર મહાદેવ પાસે સાબરમતી નદીમાં ઉંડા ખાડાને કારણે નહાવા ઉપર જિલ્લા તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવાયો છે તેમ છતાં ગઈકાલે રવિવારે રજાના દિવસે અમદાવાદ અસારવાના યુવાનો સ્થળે નહાવા આવ્યા હતા જે પૈકી ચાર યુવાનો ડુબી ગયા હતા. જેમાંથી ત્રણ યુવાનોના મૃતદેહ આજે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢયા છે જ્યારે અન્ય એક યુવાનની શોધખોળ કરવામાં આવી રહી છેગાંધીનગર શહેર નજીકથી પસાર થતી સાબરમતી નદીને ભુમાફિયાઓએ રેતી માટે ચોતરફ ખોદી નાંખી છે. જેના કારણે નદીમાં ઠેરઠેર ઉંડા ખાડા પડી જતાં પાણીનો પ્રવાહ આવે ત્યારે ખાડાઓમાં પાણી ભરાઈ રહે છે અને લોકો પાણી જોઈ નહાવા જાય ત્યારે ડુબી જઈ મોતને ભેટે છે. શહેર નજીક આવેલા કરાઈના ગોબરેશ્વર મહાદેવ પાસેથી પસાર થતી નદીમાં ઉંડા ખાડાઓ ઉપરથી નર્મદા કેનાલમાંથી છોડાતું પાણી વહી રહયું છે જેના કારણે અમદાવાદ તેમજ આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં નહાવા આવતાં હતા. તેમજ ગણેશ વિસર્જન વખતે પણ જગ્યાએ ડુબી જવાના કારણે દસ યુવાનોના મોત નીપજયા હતા

(4:33 pm IST)