Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

વાવધરા નજીક પીકઅપ દાળની હડફેટે બાઈક સવાર સાલા-બનેવી ફંગોળાયા: એકનું મોત

દાંતીવાડા: તાલુકાના વાવધરા નજીકથી બાઈક ઉપર જઈ રહેલા સાળા બનેવીને એક પીકઅપ ડાલાએ ટક્કર મારતા બનેવીનુ ઘટના સ્થળે કમકમાટીભર્યુ મોત નિપજયુ હતુ. જયારે સાળાની હાલત ગંભીર હોવાથી આજુબાજુથી દોડી આવેલા લોકોએ ૧૦૮ ને જાણ કરતા પાયલોટ અરવિંદ ચૌહાણ અને ઈ.એન.ટી. ડૉ. મુકેશ પરમાર તાત્કાલીક પહોંચી પાલનપુર ખાતે સારવાર માટે ખસેડાયો હતો. દાંતીવાડા તાલુકાના વાવધરા નજીક રવિવારના પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારી હતી. બાઈક ચાલક અર્જુનસિહ રાજુસિહ વાઘેલા રહે. વડા-થરા, ઉ.વ.૩૦ રાજસ્થાન તરફથી ડેરી ગામ તરફ આવી રહ્યા હતા. ત્યારે પીકઅપ ડાલાએ બાઈકને ટક્કર મારતા બાઈકનો કુરચે-કુરચા ઉડી ગયા હતા. અને બાઈક સવાર  અર્જુનસિહ વાઘેલાનુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ.લાશનુ પાંથાવાડા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પી.એમ. કરી વાલી વારસદારોને સુપરત કરવામાં આવી હતી. જયારે પાછળ બેઠેલા હરપાળસિહ રાજેન્દ્રસિહ ચૌહાણ, રહે. ખારા, તા.અમીરગઢ, ઉ.ર૦ પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને ૧૦૮ દ્વારા પાલનપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પીકઅપ ડાલાનો ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. 

(4:33 pm IST)