Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

અમદાવાદમાં મળી ગયેલ જીવદયાપ્રેમીઓનું સંમેલન

અમદાવાદ : રાષ્ટ્રીય સેવા સંસ્થા સમસ્ત મહાજનના દ્વારા તાજેતરમાં અમદાવાદમાં સરખેજ ગાંધીનગર શાંતિપુરા ચોકડી પાસે આવેલ બંસીગીર ગૌશાળા ખાતે જીવદયાપ્રેમી સંમેલન યોજવામાં આવ્યુ હતુ. જેમાં ૪૫૦ થી પણ વધુ જીવદયાપ્રેમીઓએ ઉપસ્થિત રહી ગૌશાળાના પ્રવેશદ્વારથી લઇ  એની આંતરિક રચના, ગાયનો સાર સંભાળ, દૂધ દોહવાની રીત, પંચગવ્યથી  ઉત્કૃષ્ઠ ઉત્પાદનો બનાવવા અને વેચવા માટેની પધ્ધતિ, ગોપાલન પોષણ અને સંરક્ષણ તેમજ વિભિન્ન વિષયો અંગે મહત્વપુર્ણ જાણકારી મેળવી હતી.

આ સંમેલનમાં સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી ગિરિશભાઇ શાહે જીવદયાપ્રેમીઓને સંબોધતા જણાવ્યું હતુ કે, જો સૌ ખેડુતો બે બે ગાયોનુ પાલન પોષણ કરવા લાગે તો દેશમાં એકવાર ફરીથી ગૌવંશ થઇ જશે. જેમ કે આઝાદી પહેલા હતુ. બંસીગીર ગૌશાળાની મુલાકાત સંમેલનમાં આવેલ જીવદયાપ્રેમીઓ માટે હંમેશા યાદગાર બની રહેશે. આ ગૌશાળાનું મેનેજમેન્ટ અપ્રતિમ છે. અહી ગાયોની સારસંભાળની સાથે સાથે દેશી નસ્લની ગાયોનું સંવર્ધન કરવામાં આવે છે. શ્રેષ્ઠ ગૌશાળા એને કહેવાય જયાં ગૌમાતાનું ખ્યાલ, દૂધ ઉત્પાદન, દેશી ગાયોથી લાભ વગેરે મુદ્દાઓ ઉપર તેમણે ચર્ચા કરી નબળી ગૌશાળાના વિકાસ માટે આર્થિક આયોજન અને સહયોગ ઉપર ભાર મૂકયો હતો.

(3:55 pm IST)