Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા સબરસયાત્રા

સબરસ યાત્રા, મહાત્મા ગાંધી સ્મૃતિ ચોક નામકરણ તથા અન્સીન ડ્રોઈંગ ઓફ દાંડી યાત્રા બુકનું લોકાર્પણ

ગરવા ગુજરાતના સૌરાષ્ટ્રમાં પોરબંદર ખાતે ૨ જી ઓકટોબર ૧૯૬૯ ના રોજ એક એવા મહાપુરુષે જન્મ લીધો હતો કે જેઓના જન્મ બાદ અંગ્રેજોની વાટ લાગી ગઈ હતી. મોહનદાસ કરમચંદ ગાંધી – મહાત્મા ગાંધી – નામે જગવિખ્યાત થએલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે.

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સ્વામિનારાયણ સંપ્રદાય વિષે મહાત્મા ગાંધીજીને જે હૃદયભાવ હતો તે તેમના જ શબ્દોમાં....

પ્રામાણિક અને ઉદ્યોગી, પોતાની ફરજ અદા કરવાના દૃઢ નિશ્ચયવાળા અને નીતિના દરેક નિયમનું દૃઢ પાલન કરવાવાળા, નિર્દંભ, નિષ્કપટ અને નિર્દોષ જીવન ગાળવાવાળા સ્ત્રી પુરુષોથી આ સંપ્રદાયે દેશને આબાદ કર્યો અને સમાજમાં શાંતપણે બાહ્ય આડંબર વિનાનો ફેરફાર કરી નાંખ્યો. સમગ્ર ગુજરાતમાં તે પ્રસરી ગયો. અને પોતાના અનુયાયીઓ ઉપર પણ અસર થઇ. અને તેમના પ્રત્યક્ષ અને પરોક્ષ ઉપદેશને લીધે તથા તેમના સાહિત્યના પ્રચારને લીધે તે જનસમાજના હૃદય પર દૃઢ જામી ગઈ.

 રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મ જયંતી – સાર્ધ શતાબ્દી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ સબરસ યાત્રા, મહાત્મા ગાંધી સ્મૃતિ ચોક નામકરણ તથા અન્સીન ડ્રોઈંગ ઓફ દાંડી યાત્રા બુકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઈ.સ.૧૯૧૫માં મહાત્મા ગાંધીજીએ શરુ કરેલ સામાજિક સમરસતાના યજ્ઞને આગળ ધપાવવા મહાત્મા ગાંધીજીની સાર્ધ શતાબ્દી (૧૫૦) અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પ્રકાશિત “અન્સીન ડ્રોઈંગ્સ ઓફ દાંડીયાત્રા” (છગનલાલ જાદવના રેખાંકન) ની ઓરીજનલ બુક સૌ પ્રથમ પ્રકાશિત તથા ગાંધીજીએ ૧૯૧૫માં કોચરબ ગામમાં શરૂ કરેલ “અંત્યજ રાત્રીશાળા” ની સ્મૃતિ રુપે એ સ્થળનું મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “મહાત્મા ગાંધી સ્મૃતિ ચોક” નામકરણ પરમ પૂજય આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું.

આ પાવન અવસરે મેયરશ્રી બિજલબેન પટેલ, પૂ. મહંત શ્રી શંભુપ્રસાદ ટુંડિયા-સાંસદ, શ્રી સુરેન્દ્રભાઈ પટેલ – પૂર્વ સાસંદ, ડે. મેયરશ્રી, એસ્થર ડેવિડ, ચેરમેન શ્રી અમૂલ ભટ્ટ, સ્વાતંત્ર્ય સેનાનીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સબરસ યાત્રા કાગદીવાડીથી મહાત્મા ગાંધી વિહાર મંદિર, કોચરબ ગામ, એલીસબ્રીજ-અમદાવાદ પૂર્ણ થઇ હતી. અહીંના સ્થાનિક ભાવિકોએ ઉષ્માસભર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે વિશ્વપ્રસિદ્ધ શ્રી મુક્તજીવન સ્વામીબાપા પાઈપ બેન્ડ, મણિનગરે સમરસતામાં રંગત જમાવી હતી. 

 

(2:06 pm IST)