Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ગુજરાત કોંગ્રેસ દ્વારા જનસંપર્ક અભિયાનનો પ્રારંભ :ફંડ ઉઘરાવવાનું શરુ

પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અમદાવાદના ઘી કાંટા રોડ પે પહોંચ ફાડી ફાળો ઉઘરાવવાની કરી શરૂઆત

અમદાવાદ :ગુજરાત પ્રદેશ કોંગ્રેસે જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો છે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ઘી-કાંટા જઈને  500 રૂપિયાની પહેલી પહોંચ ફાડીને ફાળો ઉઘરાવવાની શરૂઆત કરાવી હતી.

 કોંગ્રેસના જનસંપર્ક અભિયાન અંતર્ગત બુથ લેવલે ફંડ ઉઘરાવવામાં આવશે દરેક બુથ દીઠી પાંચ હજાર રૂપિયા ઉઘરાવવાનો ટાર્ગેટ છે.

 ગુજરાત પ્રદેશ કોંગ્રસ દ્વારા આગામી 10 ઓક્ટોબર સુધી ફંડ ઉઘરાવવામાં આવશે અને કોંગ્રેસનો પ્રચાર પણ કરાશે. જેમાં કોંગ્રેસ રાફેલ ડીલ, મોંઘવારી, બેરોજગારી, ખેડૂતોની સમસ્યા સહિતના મુદ્દા આવરી લેશે અને સરકાર પર પ્રહાર કરશે.

(1:52 pm IST)