Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

ઇન્દોરમાં કેન્સલ થયેલી ભારત-વેસ્ટઈંડિઝની મેચ ગુજરાતમાં થશે શિફ્ટ:વડોદરામાં રમાય તેવી પ્રબળ શકયતા

મુંબઈ :ભારત અને વેસ્ટઇન્ડિઝ વચ્ચે રાજકોટમાં રમાનારી મેચ અંતર્ગત ખેલાડીઅો ગુજરાતમાં જ છે.  હવે વડોદારાના ફાળે વન ડે મેચ અાવે તો ગુજરાતના ક્રિકેટ રસીકો માટે અા અેક સારા સમાચાર આવે તેવી શકયતા છે

 ઇન્દોર ખાતે 24મી ઓક્ટોબરના રોજ ભારત-વેસ્ટ ઇંડિઝ વચ્ચે રમાનાર વન-ડે મેચના કોમ્પ્લિમેન્ટરી પાસના મુદ્દે સીઓએ સાથે વિવાદ થતાં મેચનું આયોજન કરવા માટે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિયેશને ઇન્દોરમાં મેચ યોજવાનું પડતું મૂકયું છે, જેના કારણે આ વન-ડે મેચ વડોદરામાં શિફ્ટ કરાય તેવી પ્રબળ સંભાવના છે.

(12:34 pm IST)