Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd October 2018

હિંમતનગર પાસેના ઇલોલમાં બોરવેલમાં પડેલ બાળકને બચાવાની કોશિશ નિષ્ફ્ળ

સાબરકાંઠાઃ હિંમતનગર પાસેના ઇલોલ ગામમાં ખેતમજૂરી કરતા દપંતિનું દોઢ વર્ષનું બાળક બોરવેલમાં પડી ગયુ હતું. ત્યારે બાળક બોરવેલ પડવાની ઘટનાની જાણ થતા જ ગ્રામજનો બોરવેલ પાસે પહોંચી ગયા હતા. સતત મેહનત  કર્યા છતા બાળકનો બચાવ થઇ શક્યો નથી અને અંતે બાળક બોરવેલમાં જ મૃત્યું પામ્યો હતો

   રેસ્ક્યું ટીમ દ્વારા યુધ્ધના ધોરણે બાળકને બહાર કાઢવાના પ્રયત્ન શરૂ કરી દેવામાં આવ્યા હતા. ખૂબ ઉંડે બાળક ઉતરી ગયુ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. તો બાળકને શ્વાસ લેવામાં તકલીફ ન પડે તે માટે ઓકિસજન પહોંચાડવા માટે ટીમ દ્વારા પ્રયાસ હાથ ધરી દેવામાં આવ્યા છે. આ બોરવેલ લગભગ 200 ફૂટ જેટલું ઉંડુ છે.

(11:22 am IST)